Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

બીસીસીઆઇએ ખેલાડીઓને ચુકવવા માટે શરૂ કરી ડીજીટલ પેમેન્ટ સીસ્ટમ

નવી પધ્ધતિથી ખેલાડીઓને નાણાં સમયસર મળશે

મુંબઇ,તા.૨૧ : એક આવકારદાયક પગલા રૂપે બીસીસીઆઇએ એક ડીજીટલ ઇન્ટરફેસ સીસ્ટમ શરૂ કરી છે. જેના દ્વારા ખેલાડીઓ માસિક મેચ ફી અને ભથ્થાઓના ઇન્વોઇસ કોઇપણ જગ્યાએથી રજૂ કરી શકશે.

બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે કહ્યું કે બીસીસીઆઇ દ્વારા શરૂ કરાયેલ આ ડેટા બેઝ મેનેજમેન્ટ સીસ્ટમ (ઓડીએમએસ) થી ખેલાડીઓને ચુકવણી માટે ભૂતકાળમાં થતું. પેપર વર્ક ખાસ કરીને એસોસીએશનનું ઘટી જશે. પહેલા ખેલાડીઓએ ટુર્નામેન્ટ પત્યા પછી તેમના સંબંધિત રાજયના યુનિટ દ્વારા ઇન્વોઇસ રેઇઝ થાય ત્યાં સુધી રાહ જોવી પડતી હતી.

બીસીસીઆઇ તેના સ્થાનિક ક્રિકેટરોને તેમની સીનીયોરીટીના આધારે ગ્રેડ પધ્ધતિથી નાણા ચૂકવે છે અને આ નવું ઇન્ટરફેસ વિભીન્ન મેચ ફીના પેમેન્ટ અસરકારક રીતે હેન્ડલ કરી શકશે.

બીસીસીઆઇ, રાજય અને ખેલાડીઓ ઇન્વોઇસ અને પેમેન્ટની સ્થિતિ ઓનલાઇન જોઇ શકશે. રાજયના એસોસીએશનો પણ હોસ્ટીંગ ફી ની ઇન્વોઇસ આમાં રેઇઝ  કરી શકશે અને પેમેન્ટની સ્થિતિ પણ જોઇ શકશે. એમઆઇએસ અને ઓડીટેબલ દસ્તાવેજો પણ આ સીસ્ટમમાં ઇલેકટ્રોનીક રીતે જનરેટ કરી શકાશે.

(4:00 pm IST)