Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

વર્લ્ડ કપની મેચ એક સાથે જોવા માટે ૧૭ ભારતીયોએ ૨૩ લાખનું ઘર ખરીદી લીધું

ફીફા વર્લ્ડ કપના ગજબના ફેન્સ

કોચ્ચિ,તા. ૨૧ :  ભારતમાં મેચને લઈને અસલી ઝુનૂન જોવું હોય તો, તમારે કેરલ જવું જોઈએ. અહીં કોચ્ચિની નજીક વર્લ્ડ કપના ૧૭ ફેન્સે એક સાથે મેચ જોવા માટે થઈને ૨૩ લાખ રૂપિયાનું ઘર ખરીદી લીધું હતું.

વર્લ્ડ કપ ફુટબોલ ૨૦૨૨ની શરુઆત થઈ ચુકી છે. દુનિયાભરના ફેન્સમાં હાલમાં વર્લ્ડ કપને લઈને ખાસ્સો ઉત્સાહ છે. પણ ભારતમાં મેચને લઈને અસલી ઝુઝૂન જોવું હોય તો, તમારે કેરલ જવું જોઈએ. અહીં કોચ્ચિ નજીક વર્લ્ડ કપના ૧૭ ફેન્સે એક સાથે મેચ જોવા માટે થઈને ૨૩ લાખ રૂપિયાનું ઘર ખીરીદી લીધું હતું.

એએનઆઈના રિપોર્ટ અનુસાર, કેરલના કોચ્ચિમાં મુંડક્કમુગલ ગામના ૧૭ ફેન્સે એક સાથે ૨૩ લાખ રૂપિયામાં એક ઘર ખરીદી લીધું, જેથી તેઓ એક સાથે એક જગ્યા પર મેચ જોઈ શકે. આ તમામ લોકોએ અહીં નવા ખરીદેલા ઘરમાં વર્લ્ડ કપમાં ભાગ લેનારા ૩૨ ટીમોના ઝંડા પણ લગાવ્યા છે.

સાથે જ ફુટબોલ સ્ટાર્સ લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પ્રોટ્રેટ પણ લગાવ્યા છે. ઘરમાં મોટી સ્ક્રીનવાળા ટેલીવિઝઝન લગાવ્યા છે, જેથી બધા મેચ જોઈ શકે.

શેફર પીએએ કહ્યુ કે, અમે ફીફા વર્લ્ડ કપ ૨૦૨૨ માટે કંઈક ખાસ કરવાનો પ્લાન બનાવ્યો હતો. અમારામાંથી તમામે નક્કી કર્યું અને વેચાવા માટે તૈયાર એવું એક મકાન ૨૩ લાખમાં ખરીદી લીધું અને આખું ઘર ઝંડાથી સજાવી દીધું. અમે અહીં એકઠા થવા અને મેચ જોવાનો પ્લાન બનાવ્યો હતો.

ઘર ખરીદતા પહેલા આ ગ્રુપે એક સાથે ફુટબોલ મેચ જોવા માટે અનોખી પરંપરા સ્થાપિત કરી છે. તેઓ છેલ્લા ૧૫-૨૦ વર્ષથી એક સાથે મેચ જોતા આવ્યા છે. જો કે આ વખતે હવે તેમણે મેચ જોવા માટે ઘર ખરીદી લીધું હતું.

(3:57 pm IST)