Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ગુજરાતમાં સૌપ્રથમ વખત સિમ્‍સ હોસ્‍પિટલે જ્‍વલ્લે જ જોવા મળતા કેન્‍સર ડીએસઆરસીટીથી પીડાતા દર્દીની સારવાર કરી

ડીએસઆરસીટી (ડેસ્‍મોપ્‍લાસ્‍ટિક સ્‍મોલ સેલ રાઉન્‍ડ સેલ ટયૂમર) ભાગ્‍યે જ જોવા મળતી ગાંઠ છે જેમાં બચવાની શકયતાઓ ખૂબ ઓછી હોય છે કારણ કે બીમારી ગંભીર બને પછી જ તેની ખબર પડે છે

મુંબઇ, તા.૨૧: મરેન્‍ગો સિમ્‍સ હોસ્‍પિટલના ડૉક્‍ટરોએક્‍લિનિકલ એક્‍સેલન્‍સનું ઉત્‍કળષ્ટ પ્રદર્શન કરતાં ડીએસઆરસીટી અથવા ડેસ્‍મોપ્‍લાસ્‍ટિક સ્‍મોલ રાઉન્‍ડ સેલ ટયુમર તરીકે ઓળખાતી ગાંઠનીઅત્‍યંત દુર્લભ બીમારીથી પીડિત ૩૩ વર્ષીય દર્દીને આ જીવલેણ રોગમાંથી બચાવીને નવું જીવન આપ્‍યું છે. ડીએસઆરસીટી ગાંઠો પેટ અને શરીરના પેલ્‍વિક વિસ્‍તારમાં વધે છે. પેરીટોનિયમમાં આ દુર્લભ પ્રકારની ગાંઠના કારણો નિષ્‍ણાંતો દ્વારા સારી રીતે જાણીતા નથી પરંતુ તેઓ રંગસૂત્રોની આનુવંશિક અસાધારણતાને આભારી છે. આ નરમ પેશીઓનું કેન્‍સર સામાન્‍ય રીતે પેટને અસર કરે છે અને પછી શરીરના અન્‍ય ભાગોમાં ફેલાય છે. ડીએસઆરસીટીનું નિદાન થયેલા દર્દીઓની બચવાની શકયતા ખૂબ જ ઓછી હોય છે. દર્દીની સારવાર ડૉ. નીતિન સિંઘલ, કન્‍સલ્‍ટન્‍ટ સર્જિકલ ઓન્‍કોલોજી, મરેન્‍ગો સિમ્‍સ હોસ્‍પિટલ અને તેમની ટીમ ડૉ. દિપક દેસાઈ (એનેસ્‍થેસિસ્‍ટ), ડૉ. શિરીષ અલુરકર (મેડિકલ ઑન્‍કોલોજિસ્‍ટ), અને ડૉ. મિનેશ પટેલ (ઇન્‍ટેન્‍સિવિસ્‍ટ) દ્વારા કરવામાં આવી હતી.

 સારવારમાં સૌપ્રથમ ગાંઠને દૂર કરવામાં આવી હતી. ત્‍યારબાદ HIPEC સર્જરી હાથ ધરાઈ હતી જે લગભગ ૧૪ કલાક ચાલી હતી. હાયપરથર્મિક ઇન્‍ટ્રાપેરીટોનિયલ કીમોથેરાપી (HIPEC)માં દેખીતી કેન્‍સરગ્રસ્‍ત ગાંઠોને પ્રથમ પેટના પોલાણમાંથી સર્જરી દ્વારા દૂર કરવામાં આવે છે. પછી પોલાણમાં ગરમ કીમોથેરાપી હાથ ધરાય છે જેને ૪૨ ડિગ્રી સેલ્‍સિયસ સુધી ગરમ કરવામાં આવે છે. આ પ્રક્રિયા શરીરમાં રહી ગયા હોય તેવા દરેક માઇક્રોસ્‍કોપિક કેન્‍સર સેલને ખતમ કરવા માટે હાથ ધરવામાં આવે છે અને તે અત્‍યંત જટિલ છે. આ પ્રક્રિયા સફળતાપૂર્વક હાથ ધરવા માટે ખૂબ જ ઉચ્‍ચ સ્‍તરની કુશળતાની જરૂર છે.

(3:53 pm IST)