Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

એમ્‍બો એગ્રીટેક લિમિટેડનો રૂ.૧૦.૨૦ કરોડનો પબ્‍લિક ઈશ્‍યૂ બીએસઈ એસએમઈ પ્‍લેટફોર્મ પર સબસ્‍ક્રીપ્‍શન માટે ખુલ્‍યો

મુંબઈ, તા.૨૧: ફૂડ પ્રોસેસિંગ અને એફએમસીજી સેક્‍ટરમાં સૌથી ઝડપથી વિકસતી કંપનીઓમાં સ્‍થાન ધરાવતી એમ્‍બો એગ્રીટેક લિમિટેડનો પબ્‍લિક ઈશ્‍યૂ ૨૧ નવેમ્‍બરે સબસ્‍ક્રીપ્‍શન માટે ખૂલી ગયો છે. કંપનીને બીએસઈ એસએમઈ એક્‍સચેન્‍જ પ્‍લેટફોર્મ પર તેના પબ્‍લિક ઈશ્‍યૂ લોન્‍ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. કંપની તેની કાર્યશીલ મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા તથા કંપનીની વ્‍યાપારિક પ્રવળત્તિઓ માટે સામાન્‍ય કોર્પોરેટ હેતુ અર્થે તેની વિસ્‍તરણ યોજનાઓ માટે આઈપીઓ થકી રૂ. ૧૦.૨૦ કરોડ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. ફિનશોર મેનેજમેન્‍ટ સર્વિસીઝ લિમિટેડ આ ઈશ્‍યૂના લીડ મેનેજર છે. પબ્‍લિક ઈશ્‍યૂ ૨૪ નવેમ્‍બરે બંધ થશે.

આ આઈપીઓમાં શેરદીઠ રૂ. ૩૦ના ભાવે રૂ. ૧૦ની ફેસ વેલ્‍યુ ધરાવતા ૩૪ લાખ નવા ઈક્‍વિટી શેર્સ ઈશ્‍યૂ થશે જેનું મૂલ્‍ય રૂ. ૧૦.૨૦ કરોડ જેટલું છે. અરજી માટે લઘુતમ લોટ સાઈઝ ૪,૦૦૦ શેર્સ છે જે અરજી દીઠ રૂ. ૧.૨૦ લાખ જેટલું છે. આઈપીઓ માટે રિટેલ એલોકેશન ૧૬.૧૬ લાખ ઈક્‍વિટી શેર્સ છે. ઈશ્‍યૂ પછી કંપનીમાં પ્રમોટર ગ્રુપ હોલ્‍ડિંગ ઈશ્‍યૂ પહેલાના ૯૯.૯૯ ટકાથી ઘટીને ૬૩.૮૦ ટકા થઈ જશે.

પબ્‍લિક ઈશ્‍યૂ દ્વારા એકત્રિત થનારી રકમનો કંપનીની વિસ્‍તરણ યોજનાઓ માટે ઉપયોગ થશે.

રૂ. ૮.૯૬ કરોડ કંપનીની કાર્યશીલ મૂડી જરૂરિયાતો માટે વપરાશે જ્‍યારે રૂ. ૭૫ લાખનો સામાન્‍ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ થશે.

(3:51 pm IST)