Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

અભિનેતા સોનુ સૂદનું નેશન્સ પ્રાઇડ પુરસ્કારથી કરવામાં આવ્યું સન્માન

મુંબઇમાં મુખ્યમંત્રી એકનાથ સિંદેના હસ્તે એવોર્ડ એનાયત

મુંબઇ તા. ૨૧: લોકડાઉન વખતે જરૂરિયાતમંદ લોકોને ભરપુર મદદ કરી ચાહના મેળવનારા અભિનેતા સોનુ સૂદ ચેરીટી ફાઉન્ડેશન પણ ચલાવે છે. શિક્ષણ, રોજગાર, તબિબી સહાય સહિતના ક્ષેત્રોમાં લોકોને મદદ કરતાં સોનુ ફિલ્મ નિર્માતા પણ બની ગયેલ છે. ગઇકાલે રાતે મુંબઇમાં તાજ સાંતાક્રુઝ આયોજિત સોસાયટી અચીવર્સ એવોર્ડમાં નેશન્સ પ્રાઇડ પુસ્કારથી તેનુ સન્માન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અભિનેતા, નિર્માતા અને પરોપકારી એવા સોનુ સૂદને એવોર્ડ એનાયત કર્યો હતો. આ તકે સોનુએ કહ્યું હતું કે મારું ધ્યેય હમેંશા જરૂરિયાતમંદ લોકોના જીવનને સ્વસ્થ રાખવાનું અને તેમને જીવન જરૂરિયાત વસ્તુઓની ખપત ન પડે તે જોવાનું રહ્યું છે. આ સમારોહમાં  હેમા માલિની, તમન્ના ભાટીયા, મધુર ભંડારકર, ફરાહ ખાન પણ ઉપસ્થિત રહ્યા હતાં.

(3:34 pm IST)