Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

કોંગ્રેસ અહંકારમાં ગળાડુબઃ મને હટાવવા પદયાત્રા કરે છેઃ ઔકાત બતાવવાની વાતો કરે છેઃ પ્રજા ચૂંટણીમાં જવાબ આપશે

મારી કોઇ ઔકાત નથી, વિકાસની વાતો થવા દોઃ સુરેન્‍દ્રનગરમાં કોંગ્રેસ ઉપર પીએમ મોદીના તીખા પ્રહારો

 (ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.ર૧ : સુરેન્‍દ્રનગર ખાતે આજે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જાહેરસભા ગજવી હતી. અને કોંગ્રેસ સહિત વિપક્ષ ઉપર પ્રહારો કર્યા હતા.

  પ્રધાનમંત્રી મોદીના ગુજરાત -વાસનો આજે ત્રીજો દિવસ છે. આજે સુરેન્‍દ્રનગર જિલ્લાની દસાડા, લીંબડી, ચોટીલા, ધ્રાંગધ્રા અને વઢવાણ સહિતની પાંચેય બેઠકો જીતવા માટે જંજાવાતી પ્રચાર કર્યો. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સુરેન્‍દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રોડ પરના દૂધરેજમાં પ્રચાર સભાને સંબોધી. જેમાં પીએમ મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધાં વિના કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં. પદ માટે યાત્રા કરનારાઓને કપાસ અને મગફળી કોને કહેવાય એની પણ ખબર નથી. એક જમાનો હતો ત્‍યારે ગુજરાતમાં સાઈકલ નથી બનતી આજે ગુજરાતમાં વિમાન બનવાના છે. આ ચૂંટણી પાંચ વર્ષ માટે ચૂંટણી નથી. આ ચૂંટણી તમારા જીવનના આગામી સોનેરી ૨૫ વર્ષ માટે છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ કહ્યુંકે, કોંગ્રેસવાળા કહે છે મોદીને એની ઔકાદ દેખાડી દઈશું. તમે બધા રાજ પરિવારના છો, મારી કોઈ ઓકાદ નથી. તમે મને નીચ કહ્યો, મૌતનો સૌદાગર કીધો. મને ગંદીનાલીનો કીડો પણ કહ્યો. વિકાસની વાત કરવા આવો ઔકાદ બતાવવાના ખેલ રહેવા દો.પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્‍યુંકે, જેમને દેશની જનતાએ પદ પરથી હટાવી દીધાં છે એ લોકો આજે પદ મેળવવા માટે પદયાત્રા કરી રહ્યાં છે. આજે મારું સૌભાગ્‍ય છેકે, આ ઝાલાવાડની ધરતી પર હેલિકોપ્‍ટરથી નીચે ઉતર્યો અને જિલ્લાના તપસ્‍વી સંતોના મને આશિર્વાદ મળ્‍યાં. સંતોએ હેલિપેડ પર આવીને આશિર્વાદ અને ભવ્‍ય વિજયની શુભકામના આપી. હું સંતોનો આભાર માનું છું. મને ખાત્રી છેકે, સંતોની વાણી કયારેય વામણી ન હોય એમના આશિર્વાદ કયારેય એળે ન જાય. ગયા બે દિવસથી ગુજરાતમાં અલગ અલગ જગ્‍યાએ જવાનો અવસર મળેલો.. હું સીએમ હતો ત્‍યારે પણ સુરેન્‍દ્રનગરમાં હું છાશવારે આવતો હતો. જ્‍યાં જ્‍યાં મારી નજર પડે ત્‍યાં કેસરિયો સાગર દેખાય છે. આજ વાત બતાવે છે કે તમે ભાજપની સરકાર બનાવવાનું નક્કી કરી દીધું છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્‍યુંકે, એન્‍ટીઈન્‍કમબન્‍સી આ શબ્‍દ સાંભળવા મળે. સરકારની વિરુધ્‍ધમાં મત પડે. પણ ગુજરાતની જનતાએ રાજકીય પંડિતોને ખોટા પાડ્‍યાં.  ગુજરાતની જનતાએ નક્કી કર્યું છેકે, અમારે છાશવારે ઘર નથી બદલવું. તેથી ગુજરાતે પ્રોઈન્‍કમબન્‍સી આપી. કામ કરનારની સરકારને સાથ અને સહિયોગ અને સમર્થન આપી નવો રાજકીય ચિલો ચિતર્યો છે. આ વખતે પણ આ ચૂંટણી મોદી કે ભૂપેન્‍દ્રભાઈ નથી લડતા આ ચૂંટણી ગુજરાતની જનતા જનાર્દન લડી રહી છે. ગુજરાતની માતાઓ બહેનો લડી રહી છે.  માં નર્મદાની યાદ આવે એ સ્‍વભાવિક છે. નર્મદા યોજનાનો સૌથી મોટો લાભ કોઈ જિલ્લાને મળશે એવું  કહેલું એ પાળ્‍યું આજે સૌથી મોટો લાભ સુરેન્‍દ્રનગર જિલ્લાને મળ્‍યો છે.  જેમને જનતાએ પદ પરથી હટાવી દીધાં છે એવા લોકો પદ માટે યાત્રા કરી રહ્યાં છે. જેમણે ગુજરાતમાં માં નર્મદાને આવતી રોકવા માટે ૪૦ વર્ષ સુધી કોર્ટ કચેરીઓ કરી. નર્મદા વિરોધીઓના ખભે હાથ મુકીને યાત્રા કરે છે.

નર્મદા વિરોધીઓને સજા કરવા માટેની ચૂંટણી બનવી જોઈએ આ ચૂંટણી. સરકારમાં બેઠેલાં લોકો ટેન્‍ટર રાજમાં નિયંત્રણ કરતા હતાં. સાઠગાઠ કરતા હતા. મેં સુરેન્‍દ્રનગરની ધરતી પર આવીને શપથ લીધાં હતાં. આ ધરતીને પાણીદાર બનાવવાની મેં શપથ લીધી હતી. અહીંના લોકો પાણીદાર છે. આ મારું ઝાલાવાડ છે. અઘરાં કામ કરીને હું લોકોનું ભલું કરૂ છું.  આજથી ૧૦ વર્ષ પહેલાં ગુજરાતમાં ૨૪ કલાક વિજળી પહોંચી ગઈ. ભારતમાં પણ ગામે ગામ વિજળી પહોંચાડી.

સુરેન્‍દ્રનગરમાં ડેરી ડચકાં ખાતી હતી. પણ અમે નિતીઓ બદલીને સારું પરિણામ લાવ્‍યાં. દરેક મંડળીમાં મિલ્‍કના ચિલિંગ યુનિટ બની ગયા છે. પશુપાલક ભાઈઓ-બહેનો કમાતા થયાં. ૨૦ વર્ષ પહેલાં ગુજરાતમાં ૬૦ લાખ મેટ્રીક ટન દૂધનું ઉત્‍પાદન હતું. આજે પોણા બસ્‍સો લાખ મેટ્રિક ટન દૂધ ઉત્‍પાદન થાય છે. સુરેન્‍દ્રનગરની સુર સાગર ડેરી સુખ સાગર ડેરી બની ગઈ છે. ૨૦ વર્ષ પહેલાં ડેરી નુકસાનમાં ચાલતી હતી. કોંગ્રેસવાળા પૈસા વહેચી લેતાં હતાં. ૨૦ વર્ષ પહેલાં આ સ્‍થિતિ હતી. આજે ૧૨૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર ડેરીનું.

દેશ માટે કેવી રીતે કામ કરવું એ બીજા લોકોને ખબર જ નથી હોતી.યુરિયાની એક થેલી વિદેશથી ૨ હજારમાં લાવીએ છીએ. ખેડૂતને ૨૭૦ રૂપિયામાં આપીએ છીએ. લગભગ અઢીલાખ કરોડ રૂપિયાનો આર્થિક બોજ ભારત સરકાર પોતાની ઉપર બોજ લે છે. બહારથી આવીને લોકો અહીં ગપ્‍પા મારીને જતા રહે છે. હવે યુરિયાની ભારત બ્રાંડ બનાવવાનું નવું કામ કરવાનું છે. નવા નવા અખતરા કરીને સામાન્‍ય માનવીનું ભલું કરવાનું છે. નેનો ખાતર લાવ્‍યાં છીએ. આ વખતે કપાસ અને મગફળીમાં જાહોજલાલી છે. આશીર્વાદ આપો ખેડૂતો અમને.

પદ માટે યાત્રા કરનારાઓને કપાસ અને મગફળી કોને કહેવાય એની પણ ખબર નથી.

પહેલાં યુરિયા લેવા જાઓ ત્‍યારે લાઠીઓ મળતી હતી. આજે દેશનો એક પણ નાગરિક એવો નહીં હોય જેણે ગુજરાતનું નમક ન ખાધું હોય. પણ ઘણાં લોકો એવા છેકે, ગુજરાતનું નમક ખાઈ ને ગુજરાતનું છાશવારે અપમાન કરે છે. જ્‍યારે કોંગ્રેસ રાજ કરતા હતા ત્‍યારે એમણે કોઈ અગરિયાઓની ચિંતા નહોંતી કરી. અગરિયાઓની ચિંતા ભાજપ સરકારે કરી.

(3:32 pm IST)