Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ગોલ્‍ડમેન સાકસે ભારતને આપ્‍યો આંચકો

આર્થિક વૃધ્‍ધિદરનું અનુમાન ૬.૯ ટકાથી ઘટાડી ૫.૯ ટકા કર્યું

નવી દિલ્‍હી  તા. ૨૧ : ગોલ્‍ડમેન  પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે વર્ષના બંને ભાગમાં ભારતીય અર્થવ્‍યવસ્‍થામાં વૃદ્ધિ અલગ-અલગ રહેશે. પ્રથમ છ મહિનામાં વૃદ્ધિની ગતિ ધીમી રહેશે, કારણ કે કોરોના પછી માંગમાં ઝડપી રિકવરી એટલે કે પેન્‍ટ અપ ડિમાન્‍ડ ઘટી રહી છે, જયારે મોનેટરી પોલિસીની કડકાઈએ સ્‍થાનિક માંગને અસર કરી છે. તે જ સમયે, આગામી છ મહિનામાં વૃદ્ધિ ફરીથી ઝડપી બનશે, કારણ કે વૈશ્વિક સ્‍તરે આર્થિક વૃદ્ધિમાં રિકવરી જોવા મળશે. આ સાથે નિકાસમાં સુધારો થશે અને રોકાણમાં પણ તેજી આવશે.

અગાઉ, મૂડીઝ ઇન્‍વેસ્‍ટર્સ સર્વિસે ગયા અઠવાડિયે ૨૦૨૨ માટે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન અગાઉના ૭.૭ ટકાથી ઘટાડીને શુક્રવારે ૭ ટકા કર્યું હતું. આ બીજી વખત છે જયારે મૂડીઝે ભારતના વિકાસ અનુમાનને ડાઉનગ્રેડ કર્યું છે. અગાઉ મે મહિનામાં, મૂડીઝે ૨૦૨૨ માટે ભારતનો આર્થિક વિકાસ દર ૮.૮ ટકા રહેવાનો અંદાજ મૂક્‍યો હતો, જે સપ્‍ટેમ્‍બરમાં ઘટાડીને ૭.૭ ટકા કરવામાં આવ્‍યો હતો.

(3:31 pm IST)