Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૪૩

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

પ્રતિકાર

‘‘પ્રતિકાર એ બધી જ મુળભુત સમસ્‍યાઓમાં મોટી સમસ્‍યા છે અને તેના લીધે જ બધીસમસ્‍યાઓ ઉદ્દભવ થાય છે એકવાર તમે પ્રતિકાર કરો છો તો તમે મુશ્‍કેલીમાં આવી જશો.''

જીસસે કહ્યું છે. ‘‘દુષ્‍ટનો પ્રતિકારના કરો'' દુષ્‍ટનો પણ પ્રતિકાર ન કરવો જોઇએ કારણ કે પ્રતિકાર જ દુષ્‍ટતા છે. એકમાત્ર પાપ છે. જયારે તમે કોઇનો પ્રતિકાર કરો છો તેનો અર્થ એ થાય છે કે તમે તમારી જાતને સમગ્રથી અલગ કરી દો છો તમે અલગ થવાની કોશીષ કરો છો તમે આલોચના કરો છો, નીર્ણાયક બનો છો એવુ કહીને કે આ બરાબર નથી.

જો તમે પ્રતિકાર નથી કરતા તો તમારી અને તમારી આસપાની ઉર્જા વચ્‍ચે કોઇ અલગાવ ઉત્‍પન્ન થતો નથી. અચાનક તમે તેની સાથે હશો-એવી રીતે સાથે હશો કે તમે છો જ નહી ફકત ઉર્જા જ વહે છે. તેથી જે કઇપણ થઇ રહ્યું છે તેને સહકાર આપતા શીખો સમગ્રની વિરોધમાં તમારી જાતને ના મુકો કારણ કે પ્રતિકારમાં તમારી ઉર્જા વિખેરાઇ જાય છે પ્રતિકાર વગર તમે ગ્રાહ્ય બનો છો.

પૂર્વનો જીવન પ્રત્‍યેનો આ જ અભીગમ છે સ્‍વીકારો અને પ્રતિકાર નહી કરો સમર્પણ કરો અને લડો નહી જીતવાની કોશીષના કરો પહેલા આવવાની કોશીષના કરો લાયોન્‍સુએ કહ્યું હતું ‘‘કોઇ મને હરાવી ના શકે કારણ કે મે હારને સ્‍વીકારી લીધી છ.ે અને મને જીતવાની કોઇ ઇચ્‍છા નથી.'' જેને જીતવાની કોઇ ઇચ્‍છા જ નથી તેને તમે કોઇ રીતે હરાવી શકો ? જેને કોઇ મહાત્‍વકાંક્ષા જ નથી તેને તમે કેમ હરાવી શકો ? જે માણસ મરવા માટે તૈયાર છે તેને તમે કેમ મારી શકો ? અશકય છે આ સમર્પણ ધૂરા જ વ્‍યકિત જીતે છે.ે

તેને તમારી આંતરદ્રષ્‍ટી બનવા દો પ્રતિકાર કરવામાં સમયના બગાડો

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:10 am IST)