Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ફિફા વર્લ્ડકપના યજમાન દેશ કતારનો પહેલી જ મેચમાં પરાજય : ઈક્વાડોરનો ભવ્ય વિજય

કતારની ટીમ એક પણ ગોલ કરી શકી નહીં : ઈક્વાડોરની ટીમે 2 ગોલ કરીને મેચ જીતી

મુંબઈ :ફિફા વર્લ્ડકપ 2022ની પહેલી મેચમાં કતાર અને ઈક્વાડોર વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં ઈક્વાડોરની ટીમનો ભવ્ય વિજય થયો છે. આ મેચ અલ બયાત સ્ટેડિયમમાં યોજાઈ હતી. જેમાં કતારની ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. ઈક્વાડોરની ટીમે 2 ગોલ કરીને આ મેચ જીતી લીધી હતી. ફિફા વર્લ્ડકપ 2022ની આ પહેલી મેચ હતી. ફિફા વર્લ્ડકપમાં એવું  પહેલી વાર બન્યુ છે જ્યારે યજમાન ટીમ પોતાની પહેલી મેચ હારી હોય. 60 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતા અલ બાયત સ્ટેડિયમમાં મેચ જોવા માટે હજારો ફૂટબોલ ફેન્સ આવ્યા હતા.

 

ફિફા વર્લ્ડકપની 2022ની શરુઆત સાથે જ ક્યારે ન બની હોઈ તેવી ઘટના આજે બની છે. ફિફા વર્લ્ડકપના 92 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર યજમાન દેશ પોતાની પહેલી મેચ હાર્યુ છે. કતારની ફૂટબોલ ટીમ ફિફા વર્લ્ડકપના ઈતિહાસની પહેલી એવી યજમાન ટીમ બની છે, જે પોતાની પહેલી મેચ હારી થઈ છે.

જે ફિફા વર્લ્ડકપનીની રાહ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ જોઈ રહ્યા હતા, તે ફિફા વર્લ્ડકપની આજે ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આખી દુનિયાના કતારમાં થયેલી ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈને દંગ રહી ગયા છે. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. કતારના ભવ્ય સ્ટેડિયમોમાં આજે 20 નવેમ્બરથી ફૂટબૉલના મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે. દુનિયામાં આ ફિફા વર્લ્ડકપ 2022ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો

 

 

(11:53 pm IST)