Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

ચીનનું ટેન્શન વધારવા તૈયાર છે INS વિશાખાપટનમ

ભારતીય નૌસેનાની તાકાત બનશે : બ્રહ્મોસ અને બરાક જેવી મિસાઈલોથી તૈનાત મેડ ઈન ઈન્ડિયા INS વિશાખાપટનમનો નૌસેનામાં સમાવેશ થયો

મુંબઈ, તા.૨૧ :  ભારતીય નૌસેનાના શક્તિશાળી હથિયારોમાં સ્વદેશી ગાઈડેડ-મિસાઈલ આઈએનએસ વિશાખપટનમનો પણ સમાવેશ થઈ ગયો છે. રવિવારના રોજ મુંબઈ ડોકયાર્ડમાં આઈએનએસ વિશાખાપટનને નૌસેનામાં શામેલ કરવામાં આવ્યુ હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે મુંબઈ ડોકયાર્ડમાં આ સમારોહમાં ભાગ લીધો હતો. નૌસેનાને નવું સ્વદેશી ગાઈડેડ-મિસાઈલ ડિસ્ટ્રોયર મળવાને કારણે બૂસ્ટ મળશે. ભારતનું બીજું એરક્રાફ્ટ કરિયર અત્યારે એક દરિયાઈ ટ્રાયલ પર છે. ભારતીય સેનાના પ્રોજેક્ટ ૧૫બી અંતર્ગત આઈએનએસ વિશાખાપટ્ટનમને બનાવવામાં આવ્યું છે. ૨૦૧૫માં પહેલી વાર તેને પાણીમાં ઉતારવામાં આવ્યુ હતું. ૧૬૪ મીટર લંબાઈ વાળા આ વોરશિપમાં તમામ ઉપકરણો અને હથિયારો તૈનાત કર્યા પછી તેનું વજન ૭૪૦૦ ટન થઈ ગયું છે. આઈએનએસ વિશાખાપટ્ટનમ ડિસ્ટ્રોયર તે ચાર ૭૪૦૦ ટન વાળા સ્ટેલ્ડ ડિસ્ટ્રોયર્સમાંથી એક છે, જે મડગાંવ ડોક્સ પર બનાવવામાં આવ્યા છે. જાન્યુઆરી ૨૦૧૧માં તેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

           ત્રણ વર્ષથી વધારે ડીલે થયા પછી ગત માહમાં પ્રથમ ડિસ્ટ્રોયર નૌસેનાને સોંપવામાં આવ્યુ હતું. ત્રણ વધારે ડિસ્ટ્રોયર્સ મુરગાંવ, ઈમ્ફાલ અને સુરતને આવનારા થોડા વર્ષોમાં ડિલિવર કરવામાં આવશે. આ તમામમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ અને ઈઝરાયલી બેરેક મિસાઈલ હશે. ચારેયને તૈયાર કરવામાં ૩૫,૦૦૦ કરોડ રુપિયાથી વધારે કિંમત થશે.

              ડિસ્ટ્રોયર્સ આમ તો ઘણાં શક્તિશાળી જહાજ હોય છે, પરંતુ આકાર અને ક્ષમતાના સંદર્ભમાં તે એરક્રાફ્ટ કરિયર્સની સામે નથી ટકી શકતા. એક દિવસમાં ૫૦૦ નોટિકલ મીલથી વધારે અંતર કાપી શકનારા એરબેઝથી દુનિયાને પોતાની સૈન્ત તાકાતનો પરિચય કરાવી શકાય છે. ચીન દુનિયાની સૌથી મોટી નૌસેના બનાવવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે ભારત પણ સંસાધનોને એકત્રિત કરવામાં લાગેલું છે. બેઈજીંગ પાસે બે એરક્રાફ્ટ કરિયર પહેલાથી છે અને બે બનાવવામાં આવી રહ્યા છે. અમેરિકાની નૌસેના પાસે ૧૧ સુપર એ લાખ ટન ન્યુક્લિયર પાવરના કેરિયર્સ છે. તેમાંથી દરેક પર ૮૦-૯૦ ફાઈટર્સ અને એરક્રાફ્ટ હોય છે. ભારત પાસે આઈએનએસ વિક્રમાદિત્ય નામનું એક ૪૪,૫૦૦ ટન વજનનું કરિયર છે, જે નવેમ્બર ૨૦૧૩માં રશિયા પાસેથી ૨.૩૩ બિલિયન ડોલર આપીને ખરીદવામાં આવ્યુ હતું. તેને ડેકથી ઓપરેટ કરવા માટે ૨ બિલિયન ડોલર આપીને ૪૫ મિગ-૨૯ના વિમાન ખરીદવામાં આવ્યા. આવતા વર્ષે ઓગષ્ટ મહિનામાં આઈએનએસ વિક્રાંત નામના કરિયરને નૌસેનામાં કમિશન કરવામાં આવશે.

(7:27 pm IST)