Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

તેલંગણા રેલીમાં મંચ પર સોનીયા સાથે ચંદ્રાબાબુ નાયડુ નહી બેસે

હૈદરાબાદઃ કોંગ્રેસના રાજય પ્રભારી આર.સી. ખુંટીયાએ  કહ્યું કે ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ ર૩ નવે. તેલંગણામા થઇ રહેલ રેલીમાં કોંગ્રેસના વરિષ્‍ઠ નેતા સોનિયા ગાંધી સાથે મંચ પર નહી બેસે.

જણાવી દઇએ કે  અન્‍ય પાર્ટી સાથે બંને પાર્ટીઓએ ગઠબંધન બનાવ્‍યું છે ત્‍યારબાદ આંધ્રપ્રદેશના મુખ્‍યમંત્રી અને સોનીયા ગાંધીની મેડચલ જનસભામાં એક મંચ પર આવવાની અટકળો હતી. આર.સી. ખુંટીયાએ  આ બ્‍યાન બાદ આ અનુમાનો પર પૂર્ણ વિરામ લાગી ગયું.

પાછલા મહીને  કોંગ્રેસ અને ટીડીપીએ ગઠબંધન કર્યુ છે.

કોંગ્રેસે પાછલા મહીને તેલંગણાના રાષ્‍ટ્ર સમિતિ (ટીઆરએસ) વિરૂદ્ધ ટીડીપી અને તેલંગણાના જન સીમતિ ભાકયાની સાથે ગઠબંધન કર્યુ છે.

ખૂંટીયાએ જણાવ્‍યું કે  રાહુલ ગાંધી ર૮-ર૯ નવેમ્‍બર રાજયના પ્રવાસે આવશે ત્‍યારે નાયડુ કોંગ્રેસની સાથે પ્રચાર કરશે. એમણે કહ્યું કે  નાયડુ દરેક જગ્‍યાએ નહી પણ અમુક જગ્‍યાએ કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધી સાથે મંચ પર બેસશે. ખૂંટીયાએ કહ્યુ કે કોંગ્રેસ ર૩ નવે. રાજયમાં ચૂંટણી ઢંઢેરો પ્રસારીત કરવાની યોજના બનાવે છે.

(11:47 pm IST)
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા માળખાની પ્રથમ કારોબારી શુક્રવારે રાજકોટમાં? : તાજેતરમાં ગુજરાતનું પ્રદેશ માળખુ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના નવા માળખાની પ્રથમ કારોબારી સંભવતઃ શુક્રવારે રાજકોટમાં મળી શકે છે. હાલ આ કારોબારી કઈ જગ્યાએ રાખવુ તેની ચર્ચા થઈ રહી છે. access_time 3:45 pm IST

  • અમદાવાદ: વસ્ત્રાપુરમા આવેલ સંતકબીર સ્કુલના શિક્ષક સામે નોંધાઇ ફરિયાદ: 8 વર્ષની બાળકીને માર મારતા નોંધાઈ ફરિયાદ: અનિતા ચોપરા નામના શિક્ષકે માર મારી ક્લાસની બહાર કાઢી મુકતા નોંધાઈ ફરીયાદ access_time 12:44 pm IST

  • દીપિકા-રણવિરનું આજે બેંગાલુરૂમાં Lavish રિસેપ્શન :આઉટફિટથી લઈ મેન્યૂ સુધી તૈયારીઓ :બોલિવૂડ સેલેબ્સ દીપિકા તથા રણવિરનાં શાહી અંદાજમાં ઈટાલીના લેક કોમોમાં 14-15 નવેમ્બરના રોજ લગ્ન થયા હતા access_time 4:27 pm IST