Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

બીજેપી સરકારએ સીબીઆઇને કલેકશન બ્‍યુરોમાં ફેરવ્‍યું : ચંદ્રાબાબુ નાયડુ

અમરાવતી-આંધ્રપ્રદેશના મુખ્‍યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુએ બીજેપીની રાજય સરકાર પર કેન્‍દ્રીય જાંચ બ્‍યુરોને કલેકશન બ્‍યુરોમાં બદલવા અને ભારતીય રીઝર્વ બેન્‍કની સ્‍વાયતતાને નષ્‍ટ કરવાનો આરોપ લગાવ્‍યો છે.

મુખ્‍યમંત્રીએ સુપ્રિમ કોર્ટમાં સીબીઆઇના ડીઆઇજી મનીષકુમાર સિન્‍હાની અરજીનો ઉલ્લેખ કરતા કહ્યું કે સીબીઆઇના એક અધિકારીએ પોતે જ આ ખુલાસો કર્યો કે પ્રધાનમંત્રી કાર્યાલય એજન્‍સીના કામકાજમાં દખલ કરે છે. 

તેલુગુદેશમ પાર્ટીની એક વિજ્ઞપ્તીમાં કહેવામાં આવ્‍યું કે નાયડુએ   પાર્ર્ટીનેતાઓની સાથે એક ટેલી કોન્‍ફરન્‍સમાં આ ટીપ્‍પણી કરી છે. કેન્‍દ્રમાં બીજેપી નેતૃત્‍વવાળી એનડીએ સરકાર પર નિશાન સાધતા ટીડીપી સુપ્રીમોએ આના પર સીબીઆઇને કલેકશન બ્‍યુરોમાં બદલવું અને આરબીઆઇની આઝાદી ખતમ કરવાનો આરોપ લગાવ્‍યો.

(11:45 pm IST)
  • છેલ્લા ચાર વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળેલી ૧૯૦૦ ભેટની ઓનલાઈન હરાજી કરાશે :ભેટમાં પાઘડી,હાફ જેકેટ,શૌલ,હનુમાનની ગદા:સૌથી મોંઘી સરદારની મૂર્તિની કિંમત ૧૦,૦૦૦થી શરૂ :હરાજીની રકમ કલ્યાણ ફંડ માટે વપરાશે access_time 2:49 pm IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા માળખાની પ્રથમ કારોબારી શુક્રવારે રાજકોટમાં? : તાજેતરમાં ગુજરાતનું પ્રદેશ માળખુ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના નવા માળખાની પ્રથમ કારોબારી સંભવતઃ શુક્રવારે રાજકોટમાં મળી શકે છે. હાલ આ કારોબારી કઈ જગ્યાએ રાખવુ તેની ચર્ચા થઈ રહી છે. access_time 3:45 pm IST

  • દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સિંચાઈ વિભાગની સલાહ :ઉકાઈમાં પાણીની અછત હોવાનું કારણ આપી ઉનાળુ ડાંગરનું વાવેતર નહીં કરવા સલાહ આપી :વાવણી સમયે જ વાવેવરની ના પાડતા ખેડૂતો મુશ્કેલીમાં access_time 1:50 pm IST