Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

નિયમમાં ફેરફારઃ Pan કાર્ડ માટે માનું નામ લખવુ઼ પર્યાપ્તઃ પ ડીસે.થી અમલ

આયકર વિભાગએ Pan માં આવેદનમાં આવેદકના માતા-પિતા અલગ હોવાથી સ્થિતિમાં પિતાનું નામ આપવાની અનિવાર્યતા સમાપ્ત કરી દેવામાં આવી.

ન્યુઝ એજન્સી ભાષાના જણાવ્યા પ્રમાણે આયકર વિભાગે એક અધિસૂચના દ્વારા આયકરના નિયમોમાં સંશોધન કર્યુ છે. વિભાગએ જણાવ્યું છે કે હવે આવેદન ફોર્મમાં એવો વિકલ્પ હશે કે માતા-પિતાના અલગ હોવાની સ્થિતિમાં આવેદક મા નું નામ આપી શકે છે. 

અત્યારે Pan આવેદનોમાં પિતાનું નામ આપવું અનિવાર્ય છે. નવો નિયમ પ ડિસેમ્બરથી લાગુ થશે. નાંગિયા એડવાઇઝર્સ એલએલપી ના ભાગીદાર સૂરજ નાંગિયાએ કહ્યુંં કે આ અધિસૂચના દ્વારા કર વિભાગએ આ લોકોની ચિંતા દૂર કરી દીધી છે. જેમાં માતા-પિતામાં એકલા માતાનું જ નામ છે. આવામાં તે વ્યકિત પાન કાર્ડ પર ફકત માનું જ નામ ઇચ્છે છે અલગ થયેલ પિતાનું નહી.

(10:36 pm IST)