Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

અભિનેતા અક્ષયકુમાર SIT સમક્ષ હાજર : ૨ કલાકમાં પૂછાયા ૪૨ સવાલ

ગુરૂગ્રંથ સાહેબના અપમાનના કેસમાં તમામ આરોપો નકાર્યા

ચંદીગઢ તા. ૨૧ : પંજાબમાં પવિત્ર ધર્મગ્રંથની બેઅદલી અને કોટકપુરા તેમજ બહિબલકલા ગોલીકાંડની તપાર કરી રહેલી વિશેષ ટાસ્ક ફોર્સ (એસઆઇટી)એ આજે ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર સાથે ચંદીગઢમાં પૂછપરછ કરી. સૂત્રોના જણાવ્યા મુજબ બે કલાક ચાલેલી પૂછપરછમાં એસઆઇટીએ ૪૨ પ્રશ્નો પૂછયા. અક્ષય સાથે રામરહીમ અને સુખબીર બાલ સાથે બેઠક અંગે શિખોના ધર્મગ્રંથના અપમાન સહિત અનેક પ્રશ્નો પૂછયા જો કે અક્ષયે એસઆઇટીની સામે દરેક આરોપોને ફગાવી દીધા.

કોટકપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મામલાના સંબંધે પૂર્વ સીએમ પ્રકાશસિંહ બાદલ, શિરોમણિ અકાળી દળ સુપ્રીમો સુખબીર બાદલ અને અક્ષયકુમાર પર જસ્ટિસ રણજીતસિંહ પંચની રીપોર્ટમાં સંગીત આરોપ લાગ્યા હતા. આરોપોના જણાવ્યા મુજબ અક્ષયે ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ તેમના ફલેટ પર તત્કાલીન ડેપ્યુટી સીએમ સુખબીરસિંહ બાદલ અને ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામરહીમની વચ્ચે બેઠક કરાવી હતી. આ બેઠક દરમિયાન જ ડેરા પ્રમુખની ફિલ્મને પંજાબમાં રિલીઝ કરવા પર મુહર લગાવી હતી.

એસઆઇટીએ બે કલાકની પૂછપરછમાં અક્ષયને અનેક સવાલ કર્યા એસઆઇટીએ અક્ષયને રામરહીમ અને સુખબીર બાદલની વચ્ચે બેઠક અંગે સવાલ કર્યા. સૂત્રોના જણાવ્યા મુજબ અક્ષયે દરેક આરોપોને નકારીને કહ્યું કે, તેમનું નામ કારણ વગરનું વચ્ચે લેવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ કહ્યું કે, મેં શીખોના ધર્મગ્રંથનું અપમાન કર્યું નથી. ઓકટોબર ૨૦૧૫માં ગુરૂ ગ્રંથ સાહેબની બેઅબદબી અને પ્રદર્શનકારીઓ પર ગોળીબારીના મામલાની તપાસ માટે આ વર્ષે સપ્ટેમ્બરમાં અરરિંદર સરકાર દ્વારા એસઆઇટી ગઠીત કરવામાં આવી હતી. તે સમયે રાજ્યમાં અકાળી દળ - બીજેપી ગઠબંધન સરકાર હતી અને પ્રકાશસિંહ બાદલ મુખ્યમંત્રી હતા.

(3:39 pm IST)