Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

હવે 15 ડિસેમ્બરથી ભારતની સૌપ્રથમ એન્જિન વિહોણી ' ટ્રેન 18' સેવા શરૂ કરશે

ભારતની સૌપ્રથમ એન્જિનરહિત અને સેમી-હાઈ સ્પીડ ટ્રેન ‘ટ્રેન 18' કદાચ 15 ડિસેમ્બરથી એની સેવા શરૂ કરશે. આ ટ્રેનની હાલ મોરાદાબાદમાં તેની ચકાસણી ચાલી રહી છે. ચકાસણીમાં ખરી ઉતર્યા બાદ આ ટ્રેન દિલ્હી અને વારાણસી અથવા દિલ્હી અને ભોપાલ વચ્ચે 160 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે દોડાવવામાં આવશે. ‘ટ્રેન 18' સેલ્ફ-પ્રોપલ્સન મોડ્યૂલ વડે સંચાલિત છે.

વિશ્વની ટ્રેનોમાં હોય છે એવા જ શ્રેષ્ઠ પ્રકારની સુવિધાઓ ‘ટ્રેન 18’માં પણ પ્રવાસીઓને આપવામાં આવશે. જેમ કે, ઓન-બોર્ડ વાઈફાઈ, જીપીએસ-બેઝ્ડ પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ, ટચ-ફ્રી બાયો-વેક્યૂમ શૌચાલયો, LED લાઈટિંગ સિસ્ટમ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ, હવામાન અનુરૂપ ક્લાયમેટ કન્ટ્રોલ સિસ્ટમ જેવી સુવિધાઓ છે.

(1:55 pm IST)