Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ઓડીશાના કટકમાં જગપુર નજીક એક બસ પુલની રેલિંગ તોડીને નીચે ખાબકી :9 લોકોના કરૂણમોત

રેસ્ક્યુ ટીમ પહોંચી :મહાનાદિ બ્રજથી પસાર થતી બસમાં 30થી વધુ લોકો સવાર હતા.:

ઓડીશાના કટકમાં જગપુર નજીક એક બસ પુલથી નીચે ખાબકી છે. માહિતી મુજબ જગતપુર નજીક મહાનાદિ બ્રજથી પસાર થતી બસોમાં 30થી વધુ લોકો સવાર હતા. રેસ્ક્યૂ ટીમ ત્યા પહોંચી હતી અને બચાવની કામગીરી હાથ ધરી છે. તો અકસ્માતમાં 9 લોકોના મૃત્યુની માહિતી મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પુલની રેલિંગ તોડીને બસ નીચે ખાબકી છે.

ઘટનાની માહિતી મળતા જ રીસ્ક્યૂ ટીમની મોકા પર પહોંચ્યા અને બસના કાચ તોડીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. એક જાનવર પણ મૃત્યુ પામ્યો છે. જેના શબને કાઢવામાં આવે છે. ઘાયલોને એમ્બુલન્સની મદદથી પ્રાથમિક સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

(12:00 am IST)