Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

યુ.એસ.ના ન્યુયોર્ક સ્ટેટ ચિફ ટેકનોલોજી ઓફિસર ઇન્ડિયન અમેરિકન શ્રી રાજીવ રાવને એવોર્ડઃ ટેકનોલોજી ક્ષેત્રે નવી પોલીસી અપનાવી વધુ સારી સેવાઓ આપવા બદલ સ્ટેટ ટેકનોલોજી ઇનોવેટર એવોર્ડ એનાયત

ન્યુયોર્કઃ અમેરિકામાં ટેકનોલોજી ક્ષેત્રે નવી પોલીસી અપનાવી વધુ સારી સેવાઓ આપવા બદલ અપાતા સ્ટેટ ટેકનોલોજી ઇનોવેટર એવોર્ડ માટે ન્યુયોર્ક સ્ટેટ ચિફ ટેકનોલોજી ઓફિસર ઇન્ડિયન અમેરિકન શ્રી રાજીવ રાવની પસંદગી થઇ છે. તેવું ૩૦ ઓકટો.ના રોજ ન્યુયોર્ક સ્ટેટ ઓફિસ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સર્વિસીઝએ જાહેર કર્યુ છે. શ્રી રાવને ૨૩ ઓકટો.ના રોજ સાન ડીએગો મુકામે યોજાયેલા ડિનર સમારોહમાં એવોર્ડ આપી સન્માતિ કરાયા હતા.

(9:53 pm IST)