Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

નાઈજિરીયાના મુબીમાં મસ્જિદ પર આત્મઘાતી હુમલો :50ના મોત

હુમલા પાછળ બોકો હરમના જિહાદીઓના હાથ હોવાની આશંકા:નમાજ પઢી રહેલા લોકો વચ્ચે આ હુમલો

પૂર્વોત્તર નાઇજીરિયામાં એડમવા રાજ્યમાં ઉત્તર-પૂર્વ શહેર મુબીમાં એક મસ્જિદ પર આત્મઘાતી હુમલો થયો છે જેમાં 50 લોકોનું મૃત્યુ થયા છે પોલીસ દ્વારા સમાચાર એજન્સિ એએફપીને આપવામાં આવેલ જાણકારીમાં 50 લોકોના મૃત્યુ અંગે પુષ્ટિ કરી હતી. રાજ્ય પોલીસના પ્રવક્તા ઓથમેન અબુબકરને આ હુમલા પાછળ બોકો હરમના જિહાદીઓના હાથ હોવાની આશંકા છે. નમાજ પઢી રહેલા લોકો વચ્ચે આ હુમલો થયો હતો.

મુબી કાઉન્સિલના ચેર પર્સન અહમદ મૂસાએ આ અંગે જણાવ્યું હતું કે, આ હુમલામાં 50 લોકોનું મૃત્યુ થયું છે અને લગભગ ડઝન જેટલા લોકો ઇજાગ્રસ્ત છે. તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. હુમલા પાછળનું કારણ જાણી શકાયું નથી

 

(7:49 pm IST)