Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

ર૦૧૯માં કોંગ્રેસ આવશે, તો રાહુલ નહીં આ વ્યકિત બનશે વડાપ્રધાન ?

કોંગ્રેસના એક મહાસચિવે ઇન્ડિયા ટુડેની ખાસ વાતચીતમાં કહ્યુ

નવી દિલ્હી, તા. ર૧ :  કોંગ્રેસના એક મહાસચિવે ઇન્ડિયા ટુડેની સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવે છે તો રાહુલગાંધી વડાપ્રધાન નહી બને.

આ વ્યકિતનું નામ ન છાપવાની શરત પર કહ્યુ છે કે, રાહુલ ગાંધીને જેટલો હું ઓળખુ તે આધાર પર કહી શકું કે તેઓ સરકારની જવાબદારી સંભાળવામાં અચકાશે અને ત્યારે આજ વ્યકિત રાહુલના મનમોહનસિંહ હશે.

આ મહાસચિવે એ પણ કહ્યું કે રાહુલ ગાંધીની જગ્યાએ ટેલીફોન ઉદ્યમી શ્યામ પિત્રાોડા વડાપ્રધાન બની શકે છે. ઉલ્લેખનીય છે કે શ્યામ હાલ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. રાજયમાં ડિસેમ્બરમાં મતદાન છે.

પક્ષ મહાસચિવનું આ નિવેદન અટકળો છે પરંતુ રાજકીય રીતે જોઇએ તો પિત્રોડાના ઉભારને નજર અંદાજ કરી શકાય નહી તેઓને કૂર્તા અને જાણીતી ગાંધી ટોપીમાં જોવા મળ્યા તેઓ એવી રીતે ભાષણ આપી રહ્યા છે જે ચૂંટણીના માહોલના છુપેલા ઇશારાથી ભરેલા છે. ઉદાહરણ તરીકે જોઇએ તો જો તને લોકતંત્રની વાત કરો તો તમને સામુહિક નેતૃત્વની જરૂર હોય છે તમે એવું ના કરી શકો કે કોઇ એક વ્યકિત તમામ નિર્ણય લે તે ભગવાન જ કેમ ના હોય.

ઉલ્લેખનીય છે કે રાજનૈતિકમાં પિત્રોડાની આ બીજી પારી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવગાંધીના કરીબી સલાહકાર પિત્રોડા હિન્દુસ્તાનની દુરસંચાર ક્રાંતિના શ્રેય આપવામાં આવે છે. તેઓ ઓડિશાના એક ગુજરાતી પરિવારમાં જન્મયા છે.

નહેરૂ ગાંધી પરિવારની સાથે તેનું જોડાણ વર્ષોથી  તટસ્થ છે રાહુલ જો કે તેઓથી અંદાજે ત્રણ દશક નાના છે. પરંતુ તેઓને તેના પ્રથમ નામથી બોલાવે છે કહેવાય રહ્યું છે કે વર્ષ ૧૯૮૪માં ભારતના તત્કાલીન વડાપ્રધાન રાજીન ગાંધીએ પિત્રોડાને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.

(3:48 pm IST)