Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

શાસ્ત્રીય સંગીત અને જુદી જુદી ભાષાઓ શીખી રહ્યા છે શાહ

આસામી અને મણિપુરી પર પણ હાથ અજમાવ્યોઃ આ કળા ચૂંટણીમાં કરે છે મદદઃ પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં પાર્ટીના અચ્છે દિનનો સંદેશ અસરકારક રીતે પહોંચાડવા માટે અમિત શાહે બંગાળી અને તામિલ શીખવાનું શરૂ કરી દીધું છે

નવી દિલ્હી તા. ૨૧ : ચૂંટણી જીતવાની કળા તો કોઈ ભાજપના પ્રમુખ અમિત શાહ પાસેથી શીખે! ગુજરાતમાં તે ચૂંટણીના ડેવલપમેન્ટ પર તો નજર રાખી જ રહ્યા છે પણ સાથે સાથે બીજા રાજયોમાં પણ ભાજપનું બળ વધારવાની કોશીષ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં પાર્ટીના અચ્છે દિનનો સંદેશ અસરકારક રીતે પહોંચાડવા માટે અમિત શાહે બંગાળી અને તામિલ શીખવાનું શરૂ કરી દીધું છે. તેમનો આ પ્રયત્ન માત્ર ઉપરછલ્લો નથી, તેમણે આ ભાષા વ્યવસ્થિત રીતે શીખવા માટે પ્રોફેશનલ શિક્ષકોને રાખ્યા છે. એવું કહેવાય છે કે એક જ વર્ષમાં શાહ આ બંને ભાષામાં વ્યવસ્થિત વાતચીત કરવા જેટલી તો બંગાળી અને તમિલ શીખી જ ગયા છે. તે આ ભાષા પર વધુ પ્રભુત્વ મેળવવાની કોશિશ કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શાહે આસામી અને મણિપુરી શીખવાની પણ શરૂ કરી દીધી છે. કેટલાંક લોકોને તો એ પણ નવાઈ લાગે છે કે શાહ મોટા ભાગનું જીવન ગુજરાતમાં રહ્યા હોવા છતાંય તે કેવી રીતે શિષ્ટ હિન્દી બોલી શકે છે. પણ શાહ માત્ર નવી નવી ભાષા શીખીને સંતોષ માને એમાંના એક નથી. તે હવે ભારતીય શાસ્ત્રીય સંગીતની પણ તાલીમ લઈ રહ્યા છે.

શાહની નજીકના એક સૂત્રએ જણાવ્યું, 'પશ્ચિમ બંગાળ, તામિલ નાડુ અને બીજા રાજયોમાં ભાજપનું વર્ચસ્વ વધારવા માટે અમિતભાઈ હવે બંગાળી અને તામિલ શીખી રહ્યા છે.' તેમને ગુજરાતમાંથી તડીપાર કરાયા અને તેમણે બે વર્ષ જેલમાં વીતાવ્યા તે ગાળામાં તે શિષ્ટ હિન્દી શીખ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, 'ભાજપના પ્રમુખ બનતા પહેલા અમિતભાઈએ આખા દેશની યાત્રા કરી હતી અને મોટાભાગના બધા જ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. તેમને રાજકીય, સામાજિક અને ધાર્મિક સંસ્કૃતિને અંદરથી જાણવાની તેમને ખૂબ જ ઈચ્છા હતી.' સૂત્રો જણાવે છે કે આ રિસર્ચને કારણે ઉત્ત્।ર પ્રદેશની ચૂંટણીમાં અને નોર્થ ઈસ્ટ રાજયોમાં ભાજપનું વર્ચસ્વ વધારવામાં શાહને દ્યણી મદદ મળી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તે બંગાળી અને તમિલ ભાષા શીખીને આ રાજયોના લોકો સુધી સીધા જ પહોંચવા માંગે છે અને આ રાજયોમાં પણ ભાજપની સરકાર બનાવવા માંગે છે.(૨૧.૧૪)

 

(11:24 am IST)