Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

અમેરીકામાં જંગલવોર ટેકનીકની માહીતી મેળવતા ભારતીય સેનાના વાઇસ ચીફ લેફટનન્ટ એસ.કે. સેની

 અમેરીકાના પ્રવાસે ગયેલા ભારતીય સેનાના વાઇસ ચીફ લેફટેનન્ટ જનરલ એસ.કે. સેનીએ ૨૫ ઇન્ફેન્ટ્રી ડીવીઝન લાઇટનિંગ એકેડેમીની મુલાકાત લીધી હતી. જયા તેઓએ 'જંગલ વોર' ની  ટેકનીક અંગે માહિતી મેળવી હતી. સરહદ ઉપર ચીન સાથે ચાલી રહેલ સંઘર્ષમાં ભારતીય સેનાના ઉપાધ્યક્ષનો આ પ્રવાસ ખુબ જ મહત્વનો માનવામાં આવી રહયો છે.

(3:54 pm IST)