Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

મહારાષ્ટ્ર ભાજપને મોટો ફટકો : દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી એકનાથ ખડસેએ પાર્ટી છોડી

મહારાષ્ટ્રમા NCP એ ખેરવી મોટી વિકેટ: કાલે એકનાથ ખડશે એનસીપીમાં જોડાશે

ભારતીય જનતા પાર્ટીને મહારાષ્ટ્રમાં મોટો ફટકો પડ્યો છે, પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી એકનાથ ખડસે NCP માં જોડાશે. એકનાથ ખડસે ના રાજીનામાની પણ ભાજપ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. એકનાથ ખડસેને તેમના ભાવિ માટે ભાજપ એ શુભેચ્છા પાઠવી છે.

રાજ્ય સરકારના મંત્રી જયંત પાટિલે દાવો કર્યો છે કે શુક્રવારે એકનાથ ખડસે NCP માં જોડાશે. શુક્રવારે બપોરે બે વાગ્યે એકનાથ ખડસે NCP માં સભ્યપદ ધારણ કરી શકે છે. માનવામાં આવે છે કે છેલ્લા કેટલાક દિવસોથી NCP ના નેતાઓ અને ભાજપના નેતા એકનાથ ખડસે વચ્ચે વાત ચાલી રહી હતી. આવી સ્થિતિમાં તેઓ ઉદ્ધવ ઠાકરે સરકારમાં તેઓ કોઈપણ મંત્રી પદ સંભાળી શકે છે. એકનાથ ખડસે ની નજર કૃષિ મંત્રાલય પર છે જે હજુ શિવસેના પાસે જ છે.

છેલ્લા ઘણા મહિનાઓથી, એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે એકનાથ ખડસે પાર્ટી છોડી શકે છે. કારણ કે તેમને પાર્ટીમાં બેસાડવામાં આવી રહ્યા છે. રવિવારે એક વાત બહાર આવી હતી કે એકનાથ ખડસે એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે, જોકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે આ દાવાઓને નકારી દીધા હતા અને કહ્યું હતું કે તેઓ આમ નહીં કરે.

(3:28 pm IST)