Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

કોરોનાની વેકિસન પહેલા કોને આપશે ?

પ્રથમ તબક્કામાં દેશમાં ત્રણ કરોડ લોકોને વેકિસન પૂરી પાડવામાં આવશે, આયોજનબદ્ઘ તૈયારીઃભારતીય સ્વાસ્થ્ય મંત્રાલય

 નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનાં કેસોમાં ભલે દેખીતો ઘટાડો નોંધાયો હોય પરંતુ દિનપ્રતિદિન કુલ કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે તેનાં પર થોડા ઘણા અંશે નિયંત્રણ લાવી શકાયુ છે. ગઇકાલે મોદીના પ્રજાજોગ સંદેશમા પણ હજુ એ જ વાત ઉપર ભાર આપવામાં આવ્યો હતો કે જયાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાઈ નહિ. દેશમાં જયારે કોરોના વાયરસ પ્રવેશ્યો ત્યારે તેને નિયંત્રિત કરવા માટે સરકારે દેશમાં લોકડાઉન શરૂ કર્યુ પરંતુ કોરોનાને નિયંત્રણમાં લાવવવામાં સફળતા મળી નહીં, પરંતુ દેશનાં અર્થતંત્ર અને લોકોનાં જીવન ધોરણને ઘણું નુકસાન થયુ. સરકારે તમામ પ્રયાસો કર્યા પરંતુ હવે થોડા ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. એવામાં હવે એક રાહતનાં સમાચાર સામે આવી શકે તેવી આશા જોવાઈ રહી છે.

કોરોનાને હરાવવા માટે તમામ દેશો વેકિસન તૈયાર કરવા લાગી પડી છે પરંતુ અત્યાર સુધી એક પણ દેશ કોરોના વેકિસનને સંપૂર્ણ પણે તૈયાર કરવામાં સફળ રહ્યુ નથી. તો બીજી તરફ ભારત કોરોના વેકિસનને લઈને પૂરી તૈયારીમાં દેખાઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં અધિકારીનાં જણાવ્યા મુજબ દેશમાં કોરોના વેકિસન આવ્યા બાદ કયા કયા લોકોને કોરોના વેકિસન પૂરી પાડવામાં આવશે તેની તૈયારી સરકારે કરી લીધી છે.'પ્રથમ તબક્કામાં દેશમાં ત્રણ કરોડ લોકોને વેકિસન પૂરી પાડવામાં આવશે. સરકારે આ માટે આયોજનબદ્ઘ રીતે તૈયારી કરી ચૂકી છે, તેવું જાણવા મળી રહ્યુ છે.

 સર્વ પ્રથમ કોને પૂરી પાડવામાં આવશે કોરોના વેકિસન

દેશમાં જયારે કોરોના વાયરસ ફેલાવવાનું શરૂ થયુ ત્યારે જીવનાં જોખમે તબિબો, હેલ્થકેયર સ્પેશિયાલિસ્ટ, સેનિટાઈઝર કર્મચારીઓ, પોલીસતંત્ર તથા એવા તમામ કોરોના વોરિયર્સને આ રસી ઉપલબ્ધ કરાશે જેને લોકો માટે કોરોના સામે જંગ છેડી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે જણાવ્યુ કે, કોરોના વેકિસન મેળવનારા ૩ કરોડમાં ૭૦ લાખ ડોકટર અને પેરામેડિકલસ શામેલ છે અને ૨ લાખ અન્ય ફ્રન્ટલાઈન સ્વાસ્થ્ય કાર્યકર્તાઓને આ રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે જણાવ્યુ કે, દેશમાં હાલ ૩ કરોડ લોકોને રસી ઉપલબ્ધ કરવાની ખાખો તૈયાર કર્યો છે.

 એમ તો વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) જણાવ્યુ છે કે આ વર્ષનાં અંત સુધી તો કોઈ પણ પ્રકારે કોરોનાની વેકિસન ઉપલબ્ધ થઈ શકશે નહીં તથા આવતા વર્ષનાં શરૂઆત કે માર્ચ એપ્રિલ સુધી વેકિસન મેળવી શકાશે. આ માટે જાન્યુઆરી અને જૂન ૨૦૨૧ વચ્ચે કોરોનાની રસીનો પ્રથણ તબક્કો અસ્થાયી સ્વરૂપે નિર્ધારિત કરવામાં આવશે. ઘણાં હોસ્પિટલોએ દાવો કર્યો છે કે તેમની પાસે કોવિડ ૧૯ રસીને સ્ટોર કરવા અને તેની દેખરેખ માટે પાયો તૈયાર છે તેના પર સ્વાસ્થ્ય સચિવે જણાવ્યુ કે સરકાર પણ ખાનગી સંસ્થાઓ સાથે સંકલન સાધવાના પ્રયાસો કરી રહી છે.

(3:18 pm IST)