Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

આ વખતના તહેવારમાં રહેશે ઓનલાઇન ખરીદીનો ખુમાર મોલમાં ખરીદી કરનારાઓ ઘટશે : સર્વેનું તારણ

મુંબઇ,તા. ૨૧: આ વખતે તહેવાર સીઝનમાં કોરોના કાળને લીધે શોપીંગ અંગે ગ્રાહકોનું વલણ કેવું રહેશે તે અંગે કરવામાં આવેલ એક સર્વેમાં જાહેર થયું છે કે લગભગ ૭૫ ટકા ગ્રાહકો આ વખતે ઓનલાઇન માધ્યમો તરફ નજર દોડાવશે કેમ કે કોરોના સામે પોતાની અને પરિવારની સુરક્ષા તેમના માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

સર્વે અનુસાર, ૬૬ ટકા લોકો ખરીદી માટે પારંપરિક રીતે અપનાવશે તો મોલમાં જઇને ખરીદી કરનારા લગભગ ૩૭ ટકા હશે. રિટેલર્સ એસોસીએશન ઓફ ઇન્ડીયા (આરએઆઇ) અને માર્કેટ રિસર્ચ કંપની લિટમસ વર્લ્ડના આ સંયુકત સર્વેક્ષણ અનુસાર, લોકો ખરીદી માટે ઉત્સુક તો છે પણ બહુ સાવચેત પણ છે. માસ્ક સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે ખરીદી દરમ્યાન તેઓ ડીજીટલ પેમેન્ટ ઉપર ભાર મુકશે.પેમેન્ટ ચુકવવાની પધ્ધતિઓમાં પણ ફેરફારો થઇ રહ્યા છે. સર્વે અનુસાર ક્રેડીટ કાર્ડ દ્વારા ૬૭ ટકા, ડેબીટ કાર્ડ દ્વારા ૩૭ ટકા રોકડ દ્વારા ૨૮ ટકા, યુપીઆઇ દ્વારા ૨૧ ટકા અને નેટ બેકીંગ દ્વારા ૧૪ ટકા પેમેન્ટ થાય છે. સર્વે અનુસાર ૯૪ ટકા લોકો તહેવારોમાં પોતાના ઉપયોગ માટે અને ૨૩ ટકા લોકો અન્યને ભેટ આપવા માટે ખરીદી કરે છે.

સર્વે અનુસાર તહેવારોમાં ૫૩ ટકા લોકો કપડા, ૪૭ ટકા લોકો ઉપકરણો, ૩૪ ટકા લોકો ફર્નીચર, ૧૫ ટકા લોકો મોબાઇલ અને ૯ ટકા લોકો જવેલરી ખરીદવા ઇચ્છતા હોય છે.

(3:16 pm IST)