Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયન નેવીનો માલાબાર યુદ્ધાભ્યાસ બંગાળની ખાડીમાં યોજાવાની શકયતા : ચીનને ચૂંક ઉપડી

નવી દિલ્હી,તા.૨૧: ભારત, જાપાન અને અમેરિકન નેવીના માલાબાર યુદ્ઘાભ્યાસનો હિસ્સો હવે ઓસ્ટ્રેલિયા પણ બનશે. આ યુદ્ઘાભ્યાસ ત્રણ દિવસનો હશે. માનવામાં આવી રહ્યું છે કે આ યુદ્ઘાભ્યાસને લઈને ચીનને ચિંતા ઊભી થઈ છે કારણ કે પહેલા પણ તે આ પ્રકારની એકસરસાઇઝની ટીકા કરતું રહ્યું છે.

મૂળે, માલાબાર નેવી અભ્યાસની શરૂઆત ૧૯૯૨માં થઈ હતી. ત્યારે આ ભારત અને અમેરિકન નેવીની વચ્ચે એક ટ્રેનિંગ ઇવેન્ટ તરીકે શરૂ થઈ હતી. જાપાનનો તેનો હિસ્સો ૨૦૧૫માં બન્યું પરંતુ ઓસ્ટ્રેલિય એ તેમાં ૨૦૦૭ બાદ કયારેય હિસ્સો નથી લીધો. માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે આ એકસરસાઇઝ બંગાળની ખાડીમાં કરવામાં આવી શકે છે. જોકે હજુ સુધી તેની તારીખ ફાઇનલ નથી થઈ.

આ અભ્યાસ મહત્વપૂર્ણ એટલા માટે થઈ ગયો છે કારણ કે તેમાં QUADના તમામ ચાર દેશ સામેલ છે. માનવામાં આવી રહ્યું છે કે આ ચારેય લોકતાંત્રિક દેશોની આ નેવી એકસસાઇઝ ચીનની દાદાગીરી સામે એક પ્રકારે જવાબ છે.

ઉલ્લેખનીય છે કે, ભારત ગત અનેક મહિનાઓથી ચીનની સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ગંભીર વિવાદમાં ગૂંચવાયેલું છે. ભારત ઉપરાંત અન્ય ત્રણ દેશોનો પણ ચીનની સાથે કોઈને કોઈ રૂપમાં વિવાદ ચાલી રહ્યો છે. ભારત તરફથી આ વખતે અભ્યાસમાં મોટા યુદ્ઘજહાજ હિસ્સો લઈ શકે છે. બીજી તરફ અમેરિકાના યુદ્ઘજહાજ Nimitz હાલ ગલ્ફમાં અને રોનાલ્ડ રેગન બંગાળની ખાડીમાં ઉપસ્થિત છે. માનવામાં આવી રહ્યું છે કે બંને યુદ્ઘજહાજો પણ અભ્યાસનો હિસ્સો બની શકે છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા તરફથી હેસ્ટ્રોયર હોબર્ટ સામેલ થઈ શકે છે.

આ પહેલા ઓકટોબર મહિનાની શરૂઆતમાં પણ QUAD દેશ જાપાનમાં બેઠક કરી હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ માટે ચીનને કડક સંદેશ આપી ચૂકયા છે. તમામ દેશ પરસ્પર સહયોગ પર ભાર મૂકી રહ્યા છે. એવામાં માલાબાર યુદ્ઘાભ્યાસની અગત્યતા ઘણી વધી ગઈ છે.

(12:54 pm IST)