Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

કોરોનાના કારણે છુટેલા કેદીઓ જલ્સા થશે ખતમ

તિહાર જેલના ૬૭૧૧ કેદીઓ વચગાળાના જામીન કે પેરોલ પર : હાઇકોર્ટે આના પર રોક લગાવવા કહ્યું

નવી દિલ્હી, તા. ર૧ :  કોરોના કાળમાં સંક્રમણના કારણે પેરોલ અથવા જામીન પર બહાર પુરી રહેલા કેદીઓના જલ્સા હવે જલ્દી ખતમ થવાના છે જેલોમાં સંક્રમણ રોકવા માટે વચગાળાના જામીન અને પેરોલ લંબાવ્યા પછી તેના દુરૂપયોગની વાત સામે આવ્યા પછી હાઇકોર્ટે કહ્યું કે જો એવું હોય તો તેમાં ફેરફાર થવા જોઇએ.

સુનાવણી દરમ્યાન, પ્રશાસને હાઇકોર્ટને જણાવ્યું કે, તિહારના ૬૭૧૧ કેદીઓ વચગાળાના જામીન અથવા પેટ્રોલ પર બહાર છે. તેમાંથી ત્રણ કોરોના સંક્રમિત છે. તો આ દરમ્યાન લોકો અભિયોજ કે દલીલ કરી કે કેદીઓ હાઇકોર્ટના આદેશના દુરૂપયોગ કરી રહ્યા છે.

મુખ્ય ન્યાયધીશ ડી.એન. પટેલ, જસ્ટીસ સિધ્ધાર્થ મુદુલ અને જસ્ટીસ તલવંતસિંહ સમક્ષ તિહાર જેલ પ્રશાસને સોગંદનામુ રજુ કરીને જવાબ રજુ કર્યો. જેલોમાં કોરોના સંક્રમણને ફેલાતુ રોકવા માટે કેદીઓના વચગાળાના જામીન અને પેરોલ લંબાવવાના આદેશના દુરૂપયોગ બાબતે ખાસ લોક અભિયોજક અમિત પ્રસાદે અરજી દાખલ કરી છે. તેમાં દાવો કરાયો છે કે પેરોલની મુદત વધારવાનો આદેશ કોરોના મહામારીની સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી જ વધારવામાં આવી હતી.

(12:53 pm IST)