Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

રૂ. ૧.૦૮ કરોડની લાંચ સ્વીકારી હતી

પંજાબ નેશનલ બેન્કના માજી ડે. મેનેજર વિરૂધ્ધ ગુનો નોંધાયો

નવી દિલ્હી,તા. ૨૧: પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડના મુખ્ય આરોપી અને આ બેન્કના નિવૃત્ત્। ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટી વિરુદ્ઘ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ગુનો નોંધ્યો છે. મેહુલ ચોકસી અને નીરવ મોદીને આ કૌભાંડના માસ્ટર-માઇન્ડ ગણવામાં આવે છે. ગીતાંજલિ જેમ્સ માટે બેન્ક ગેરન્ટીની વ્યવસ્થા કરી આપનાર રિશિકા ફાયનેન્સિયલ્સ પાસેથી ૧.૦૮ કરોડ રૂપિયાની લાંચ સ્વીકારી હોવાના નવા કેસમાં શેટ્ટીની ધરપકડ કરાઈ છે, એવું અધિકારીઓએ જણાવ્યું હતું. કહેવાય છે કે રિશિકા ફાયનેન્સિયલ્સના માલિક દેબાજયોતિ દત્ત્।ાએ વિદેશી ફંડ અપાવતી બેન્કો પાસેથી લેટર ઓફ અન્ડરટેકિંગ (એલઓયુ)ની અપાવવાના બિઝનેસમાં હતા, એમ અધિકારીઓએ સોમવારે કહ્યું હતું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે શ્નદત્ત્।ા પાસેથી કન્ફર્મેશન મેળવ્યા પછી શેટ્ટી તરફથી ઇન્ટરનેશનલ બેન્કિંગ મેસેજિંગ સર્વિસ (સ્વિફ્ટ)નો ઉપયોગ કરીને એલઓયુ ઇસ્યુ કરાતા હતા.' દત્ત્।ા સામાન્ય રીતે ચોકસી દ્વારા પ્રમોટ કરાયેલી ગીતાંજલિ જેમ્સ માટે કામ કરતા હોવાનું અને આ કંપની માટે દલાલી તરીકે એલઓયુના ૦.૦૫ ટકાના બિલ બનાવડાવ્યા હોવાનું પણ મનાય છે. પૈસા દત્ત્।ાના ખાતામાં જમા થતા હતા અને કહેવાય છે કે એમાંથી ૪૦ ટકા રકમ (૧.૦૮ કરોડ રૂપિયાથી પણ વધુ રકમ) શેટ્ટીને ૨૦૧૪થી ૨૦૧૭ દરમિયાન ચૂકવાઈ હતી.'

એલઓયુ એવી ગેરન્ટી છે જે ઇસ્યુ કરનારી બેન્ક દ્વારા વિદેશમાં શાખા ધરાવતી ભારતીય બેન્કને આપવામાં આવે છે. અરજીકર્તાને ટૂંકા ગાળાનું ધિરાણ આપવા આ ગેરન્ટી અપાતી હોય છે. જો રકમ ભરપાઈ કરવામાં કસૂર થાય તો એલઓયુ આપનાર બેન્કે નિર્ધારિત રકમ ધિરાણ આપતી બેન્કને વ્યાજ સાથે આપવી પડે છે.

ચોકસી અને નીરવ મોદીની કંપનીઓએ વિદેશોમાં બેન્કો પાસેથી એઓયુને આધારે પુષ્કળ લોન લીધી હતી, પણ એ ભરપાઈ કરવાને બદલે એ જવાબદારી પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) પર ઢોળી દીધી હતી.

કહેવાય છે કે શેટ્ટીએ પીએનબીની ફિનેકલ નામની હાર્દરૂપ બેન્કિંગ સિસ્ટમને ઓળંગીને છેતરપિંડીથી એલઓયુ ઇસ્યુ કર્યા હતા.

પીએનબીની મુંબઈમાં બ્રેડી હાઉસ ખાતેની બ્રાન્ચ ખાતે ડેપ્યુટી મેનેજરનો હોદ્દો ધરાવનાર શેટ્ટીની માર્ચ, ૨૦૧૮માં ધરપકડ કરાઈ હતી.

(11:02 am IST)