Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના 77 ઉમેદવારોના નામ જાહેર: 14 મહિલાને ટિકિટ

રમણસિંહ રાજનાંદગામ બેઠક પરથી ચૂંટણી લડશે:14 ધારાસભ્યોના પતા કાપીને નવા ચહેરાને તક

છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 90 માંથી 77 ઉમેદવાર જાહેર કર્યાં છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 77 ઉમેદવારના નામને મંજૂરીની મહોર લગાવાઈ છે જેમાં 14 ધારાસભ્યોના પત્તા કાપીને નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. અને 14 મહિલાઓ ઉમેદવારોને ટિકિટ મળી છે.

  મુખ્યપ્રધાન રમણસિંહ રાજનાંદગામ બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે પૂર્વ આઈએએસ અધિકારી ઓ.પી.ચૌધરી ખરસિયા બેઠક પરથી ચૂંટણી લડશે. પહેલા તબક્કાની ચૂંટણી માટે 18માંથી 17 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી

  દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં ભાજપ મુખ્યાલયમાં પાર્ટીની સીઈસી બેઠક મળી હતી.અઢીથી ત્રણ કલાક સુધી ચાલેલી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી, પાર્ટી અધ્યક્ષ અમિતભાઈ  શાહ સહિત પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો અને નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. પાંચ રાજ્યોમાં જાહેર થયેલી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ છત્તીસગઢ માટે કોંગ્રેસે પોતાની પહેલી યાદી જાહેર કરી દીધી હતી.

(12:00 am IST)