Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

કાબુલમાં મતદાન મથક પર આત્મઘાતી વિસ્ફોટ : 13 લોકોના મોત

 

કાબુલ : અફઘાનિસ્તાનનાં કાબુલમાં એક મતદાન કેન્દ્ર પર આત્મઘાતી હૂમલો થતા ઓછામાં ઓછા 13 લોકોનાં મોત નિપજ્યાં હતા. સુરક્ષા અધિકારીઓએ માહિતી આપી છે. પોલીસ પ્રવક્તા બશીર મુજાહિદે એએફપીને જણાવ્યું કે, મૃતકોમાં સામાન્ય લોકો, ચૂંટણી કાર્યકર્તાઓ અને પોલીસ કર્મચારીઓ પણ છે

  અત્રે ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનનાં કાબુલમાં શનિવારે મતદાન કેન્દ્ર પર વિસ્ફોટ થયા. વિસ્ફોટ દરમિયાન કેન્દ્રો પર મતદાતા પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા હતા. ત્યાર બાદ અફઘાનિસ્તાનની રાજધાનીનાં ઉત્તરમાં એક સ્કુલમાં મતદાતા ભાગતા જોવા મળ્યા હતા

(12:10 am IST)