Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

જસ્ટિસ અકીલ કુરેશીને ત્રિપુરામાં સીજે બનાવવા સુપ્રીમ કોર્ટનો નિર્ણય

મ.પ્ર.ના સી.જી માટેનો ભલામણ કેન્દ્ર સરકારે નકારેલા

નવીદિલ્હી,તા.૨૧: ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસને મધ્યપ્રદેશના ચીફ જસ્ટિસ બનાવવાના ગુજરાત હાઈકોર્ટ  બાર એસોસિએશનના છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા પ્રયાસોને મોટો ફટકો પડે તેવી ઘટનામાં સુપ્રીમ કોર્ટના કોલેજિયમે હવે જસ્ટિસ અકીલ કુરેશીને મધ્યપ્રદેશના નહીં પરંતુ ત્રિપુરા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરી છે.ે

સુપ્રીમ કોર્ટના કોલેજિયમે પાંચમી સપ્ટેમ્બરે પસાર કરેલા પોતાના ઠરાવનો નિર્ણય જાહેર કરતાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસએ કે બોબડે અને જસ્ટિસ એન વી રામનાએ નોંધ્યું છે કે, જસ્ટિસ અકીલ કુરેશીને મધ્યપ્રદેશના ચીફ જસ્ટિસ બનાવવાની અગાઉ બબ્બે વખત કરેલી ભલામણ કેન્દ્ર સરકારે પુનર્વિચારણા કરવા પરત મોકલી હતી. આ અંગે કેન્દ્ર તરફથી કોલેજિયમને ૨૩મી અને ૨૭મી ઓગસ્ટના દિવસોએ સંબંધિત દસ્તાવેજ અને સામગ્રી સાથે નિર્ણયની સમીક્ષા કરવાના પત્રો મળેલા.

ગંભીર વિચારણાના અંતે કોલેજિયમે જે નિર્ણય લીધો તે ઉકત ઠરાવમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ ઠરાવ મુજબ, કોલેજિયમ પોતાની ૧૦મી મેના  રોજ કરેલી ભલામણને એક સુધારા સાથે વળગી રહે છે અને આ સુધારા મુજબ, જસ્ટિસ અકીલ કુરેશીને ત્રિપુરા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા ભલામણ કરવાનો નિર્ણય કરે છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને જસ્ટિસ અકીલ કુરેશી મધ્યપ્રદેશના ચીફ જસ્ટિસ બનાવવામાં આવે તેવી માંગ સાથે સુપ્રીમમાં પિટિશન કરી હતી.

(12:57 pm IST)