Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ભાગલાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂખ અને ચાર અન્ય કાશ્મીરી નેતાઓએ નજરકેદમાંથી મુક્તિ માટે ભર્યા બોન્ડ

નજર કેદમાંથી મુક્તિ માટે તેમણે અધિકારીઓની હાજરીમાં બોન્ડ ભર્યા

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં ભાગલાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂખે નજરકેદમાંથી મુક્તિ માટે બોન્ડ ભર્યા છે. મીરવાઈઝ હર્રિયત કોન્ફરન્સના અધ્યક્ષ છે. તેમને જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ નજર કેદ કરવામાં આવ્યા હતા. નજર કેદમાંથી મુક્તિ માટે તેમણે અધિકારીઓની હાજરીમાં બોન્ડ ભર્યા.છે

બોન્ડમાં હસ્તાક્ષર કરતાની સાથે મીરવાઈઝ કાશ્મીર ખીણમાં કોઈપણ પ્રકારની ગતિવિધિમાં સામેલ નહીં થઈ શકે. સરકાર નજરબંધ નેતાઓને મુક્ત કરવા માટે બોન્ડ ભરાવી રહી છે. મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતાની સાથે પૂર્વ સીએમ ફારૂખ અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સહિતના 40 નેતાઓને નજર કેદ કર્યા છે.

જ્યારે ફારૂખ અબ્દુલ્લા વિરૂદ્ધ જન સુરક્ષા અધિનિયમની કલમ દાખલ કરવામાં આવી છે. જેથી ફારૂખ અબ્દુલ્લા બે વર્ષ સુધી નજરકેદમાં રહેશે.

(12:21 pm IST)