Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

પાકિસ્તાનની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી હિન્દૂ યુવતી નમ્રતા ચંદાનીના શંકાસ્પદ મોત મામલે 2 શકમંદ સ્ટુડન્ટની ધરપકડ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલી ડેન્ટલ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલી હિન્દૂ યુવતી નમ્રતા ચંદાનીનો  મૃતદેહ સોમવારે હોસ્ટેલના તેના રૂમમાંથી મળી આવતા લઘુમતી હિન્દૂ કોમની સલામતી અંગે સવાલો ઉઠી રહ્યા છે.તેમજ આ ઘટના આત્મહત્યાની નહીં પણ હત્યાની હોવાનો અભિપ્રાય વ્યક્ત થઇ રહ્યો છે.ઠેર ઠેર થઇ રહેલા દેખાવો તથા ઉઠી રહેલા વિરોધના વંટોળને ધ્યાને લઇ પોલીસે તાત્કાલિક કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. જે મુજબ તેના ફોન કોલ ,લેપટોપ ,સહિતના આધારે 2 શકમંદ સ્ટુડન્ટની ધરપકડ કરવામાં આવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:09 pm IST)