Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

૨૭૦ મિલિયનથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા

નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો : ભારતમાં પણ મોટી સંખ્યામાં લોકો ગરીબીમાથી બહાર

નવીદિલ્હી, તા. ૨૧ : વર્ષ ૨૦૦૫-૦૬ બાદથી દશકમાં ગરીબીમાંથી બહાર આવેલા લોકોની સંખ્યા ૨૭૦ મિલિયનથી ઉપર પહોંચી ગઈ છે. ભારતમાં ગરીબીનો દર ૧૦ વર્ષમાં ખુબ ઉલ્લેખનીયરીતે ઘટી ગયો છે. સારી બાબત એ છે કે, ગરીબી વૈશ્વિકરીતે દૂર થઇ રહી છે. યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઓક્સફોર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનેશિએટિવ દ્વારા જારી કરવામાં આવેલા ઇન્ડેક્સમાં જણાવવામાં આવ્યું છે કે, વૈશ્વિકરીતે ગરીબી રેખા હેઠળ ૧.૩ અબજ લોકો રહે છે. ગરીબી રેખા માટે મોટી સંખ્યામાં લોકો હવે બહાર આવી રહ્યા છે. આમા જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં ૨૭૧ મિલિયન લોકો અથવા તો બે કરોડથી વધુ લોકો ૨૦૦૫-૦૬ અને ૨૦૧૫-૧૬ વચ્ચે બહાર આવી ગયા છે. દેશમાં ગરીબીનો દર લગભગ રોકાઈ ગયો છે. આ દર ઘટીને ૨૮ ટકા થઇ ગયો છે. ૧૦ વર્ષના ગાળામાં જ ગરીબીનો દર ૫૫ ટકાથી ઘટીને ૨૮ ટકા થઇ ગયો છે. ભારત એવો પ્રથમ દેશ છે જેમાં ઝડપથી ગરીબી દૂર કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૦૬ અને ૨૦૧૭ વચ્ચેના ગાળામાં આયુષ પેટા આફ્રિકન દેશોમાં સાત વર્ષ વધી ગયું છે જ્યારે દક્ષિણ એશિયામાં ચાર વર્ષ વધી ગયું છે. પ્રાથમિક શિક્ષણમાં નોંધણીનો દોર ૧૦૦ ટકા સુધી વધી ગયો છે. ૧૯૭૮ બાદથી ચીનમાં ૭૪૪ મિલિયન લોકો ગ્રામિણ ગરીબીમાંથી બહાર આવી ગયા છે.

 સત્તાવાર ડેટા દર્શાવે છે કે, ગરીબીમાં રહેતા તમામ લોકો પૈકી અડધાથી વધુ લોકો ૧૮ વર્ષથી પણ નાના છે. આંકડા દર્શાવે છે કે, ૧૦૪ જેટલા પ્રાયમરી લો અને મિડલ આવક ધરવતા દેશોમાં ૬૬૨ મિલિયન બાળકો ગરીબી રેખામાં રહેલા છે. આંકડા દર્શાવે છે કે, પેટા આફ્રિકન દેશોમાં ૫૬૦ મિલિયન લોકો ગરીબીમાં છે. દક્ષિણ એશિયાના ૫૪૬ મિલિયન લોકો ગરીબીમાં છે.

(7:27 pm IST)