Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ત્રણ પોલીસની હત્યા પાછળ આતંકી નાયકુઃ ઘાટીમાં ધડાધડ એસ.પી.ઓના રાજીનામા

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકીઓની કાયરતા દેખાડતા ૩ પોલીસકર્મીઓનું અપહરણ કરી હત્યા કરી દીધી. ત્રણેય પોલીસકર્મીને ગોળીઓથી વીંધી મૃતદેહ કાપરાન ગામના એક જંગલમાંથી મળ્યા છે. તેમનું નામ ફિરદૌસ કુલવંત સિંહ અને નિસાર અહમદ કહેવાય છે. સૂત્રોના મતે આતંકીઓએ અપહરણ કરી મોતને ઘાટ ઉતારી દીધા છે તેમણે તાજેતરમાં જ ત્રણેય પોલીસકર્મીઓને નોકરી છોડવાની ધમકી આપી હતી. ત્યારબાદ આ કરપીણ હત્યાને અંજામ આપ્યો છે. જયારે ફયાઝ અહમદ ભટ્ટને આતંકીઓએ છોડી દીધો છે. ઘટનામાં હિઝબુલ કમાન્ડર રિયાઝ નાયકુનું નામ સામે આવ્યું છે.

નાયકુ એ જ ૧૨ મિનિટના એક વીડિયો દ્વારા અપહરણની જવાબદારી લીધી હતી. તેને વીડિયોમાં તમામના પરિવારજનોને છોડવા માટે ત્રણ દિવસનો સમય પણ આપ્યો હતો. એટલું જ નહીં થોડાંક દિવસ પહેલાં જ હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકીઓએ પણ પોસ્ટર અને વોટ્સએપ મેસેજ દ્વારા પોલીસકર્મીઓને રાજીનામાં આપવાનું કહ્યું હતું, નહીં તો અંજામ ભોગવવાની ધમકી આપી હતી. જમ્મુ-કાશ્મીરના કેટલાંય ગામમાં તેના પોસ્ટર્સ પણ લગાવ્યા હતા. વીડિયોમાં આતંકીઓએ એમ પણ કહ્યું હતું કે રાજીનામાની કોપી ઇન્ટરનેટ પર અપલોડ કરી દેવામાં આવે. થોડાંક સમયથી જમ્મુ-કાશ્મીર પોલીસકર્મીઓ કે તેમના પરિવારજનોને આતંકીઓ દ્વારા અપહરણ કરવાની ઘટનાઓ સામે આવી રહી છે.

કહેવાય છે કે આ ઘટના બાદ રાજીનામાંની જાણી લાઇન જ લાગી ગઇ છે. દક્ષિણ કાશ્મીરના શોપિયાં, કુલગામ, કાપરાં જિલ્લાના SPOએ રાજીનામાં સોંપી દીધા છે. આ રાજીનામાં ૩ પોલીસકર્મીની હત્યાના અંદાજે એક-બે કલાક માં જ આવ્યા છે.

આતંકીઓએ પોલીસકર્મીના પરિવારજનોની છોડવા માટે સુરક્ષાબળોએ આતંકીઓના સંબંધીઓને પણ છોડ્યા હતા. થોડાંક સમય પહેલાં જ આતંકી સંગઠન હિઝબુલે પોલીસકર્મીના ૧૪ પરિવારજનોને છોડી દીધા હતા. તેની શરૂઆત હિઝબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર રિયાઝ નાયકુના પિતા સહિત આતંકીઓના ચાર સંબંધીઓની ધરપકડ બાદ થયું હતું.

જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આતંકીઓના સંબંધીઓને છોડ્યા બાદ હિઝબુલે અપહરણ કરેલા ૧૪ લોકોને છોડી દીધા હતા. આતંકીઓએ અપહરણ કરેલા તમામ ૧૪ લોકોના સોશિયલ મીડિયા પર અલગ-અલગ વીડિયો પોસ્ટ કર્યા હતા. તેમાં પૂર્વ ડીજીપી એસપી વૈદને અપીલ કરતાં દેખાડવામાં આવ્યા હતા કે આતંકીઓના પરિવારજનોને પરેશાન ના કરવામાં આવે.

રિયાઝ નાયકુ ઉર્ફે મોહમ્મદ બિન કાસિમ સેનાના હિટલિસ્ટમાં એકદમ ઉપર છે. તેને A++ શ્રેણીનો આતંકી કહેવાય છે. બાંદીપોરનો રહેવાસી નાયકુ ૨૦૧૦થી કાશ્મીરમાં ગતિવિધિઓમાં સામેલ છે. રિયાઝ નાયકુને કટ્ટક આતંકીઓની વચ્ચે ઉદારવાહી ચહેરો મનાતો રહ્યો છે. ૨૯ વર્ષનો રિયાઝ નાઇકોને હિઝબુલ કમાન્ડર સબઝાર બટના મોતના એક દિવસ બાદ જ નવા કમાન્ડર તરીકે નિમણૂક કરાયો હતો.

ટેકનો સેવી નાયકુ સંગઠનથી વૈચારિક વિરોધને હવાલો આપી અલગ થયેલ ઝાકિર મુસાના વિચારોને સતત તે મુખાલફત કરતો રહ્યો છે. રિયાઝ ચર્ચામાં એ સમયે આવ્યો હતો જયારે ૧૧ મિનિટનો એક વીડિયો રજૂ કરી તેના સહયોગી ઝુબૈરની તરફથી કાશ્મીરી પંડિતોના સંબોધિત કરતાં તેને ઘાટીમાં પરત ફરવાની અપીલ કરાઇ હતી.

ગયા વર્ષે દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લાના અવંતીપુરામાં ઠાર કરાયેલા આતંકવાદી શારિક અહમદના અંતિમ સંસ્કારમાં રિયાઝ સામેલ થયો હતો. ત્યારે તેના હાથમાં એકે ૪૭ લઇ અંતિમ સંસ્કારમાં આવીને લોકોની સામે ભાષણ આપતો હતો. સામે આવેલા એક વીડિયોમાં તે લોકોને અપીલ કરતાં દેખાઇ રહ્યો હતો, 'અલ-કાયદા'ની જાળમાં ફસાશો નહીં કારણ કે આ આપણા સ્વતંત્રતા આંદોલનને બદનામ કરી રહ્યું છે.

૨૨મી ઓગસ્ટથી અત્યાર સુધીમાં ૯ પોલીસકર્મીની કરપીણ હત્યા૨૨મી ઓગસ્ટ ૨૦૧૮થી પોલીસકર્મીઓની કરપીણ હત્યો સિલસિલો ચાલુ છે. ૨૨મી ઓગસ્ટના રોજ ઇદ-ઉલ-જુહાથી આતંકીઓએ અત્યાર સુધીમાં ૯ પોલીસકર્મીની હત્યા કરી દીધી છે. (૨૧.૨૦)

(4:10 pm IST)