Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

અમિત શાહ છત્તીસગઢની ચૂંટણીલક્ષી મુલાકાતે

૧૪ હજાર કાર્યકર્તાઓને કરશે સંબોધન

નવી દિલ્‍હી તા. ૨૧ : ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષ અમિત શાહ આજરોજ રાયુપરની મુલાકાતે પહોંચી રહ્યાં છે. અમિત શાહ સવારે ૧૧ વાગ્‍યાની આસપાસ રાયપુર પહોંચ્‍યા બાદ પ્રથમ ભાજપાના નવા કાર્યાલય કુશાભાઉ ઠાકરે પરિસરની મુલાકાત લેશે. ત્‍યારબાદ લોજીસ્‍ટિક પાર્કમાં ૧૪ હજાર કાર્યકર્તાઓને સંબોધન કરશે.

અમિત શાહ કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપશે. અમિત શાહ જે કાર્યકર્તાઓને સંબોધન કરવાના છે તેમાં શક્‍તિ કેન્‍દ્ર પ્રભારી, બૂથ પાલક તેમજ બૂથ પ્રભારીનો સમાવેશ થાય છે.

અમિત શાહનો છત્તીસગઢનો પ્રવાસ એ રીતે પણ મહત્‍વનો છે જેમાં તેઓ ૮૦૦ કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. જેમાં સમયદાની, જિલ્લાઅધ્‍યક્ષ, જિલ્લા મહામંત્રી અને કોર કમિટિના સભ્‍યોનો સમાવેશ થાય છે. અમિત શાહ તેમની સાથે વિધાનસભા બેઠક પ્રમાણે મંત્રીઓ, ભાજપા વિધેયકો અને સંભવિત ઉમેદવારો માટે ફીડબેક લેશે.

આ બેઠક બાદ છત્તીસગઢના ઘણા કદાવાર નેતાઓનું ભવિષ્‍ય નક્કી થઇ જશે. આ બેઠક બાદ છત્તીસગઢની વિધાનસભામાં કોને ટિકિટ મળશે અને કોને ટિકિટ નહી મળે તે નક્કી થશે તેવુ અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

ભાજપાના રાષ્ટ્રીય અધ્‍યક્ષની મુલાકાતને લઇને છત્તીસગઢ ભાજપા પ્રદેશ દ્વારા જોરદાર સ્‍વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. એરપોર્ટ પરથી ભાજપા કાર્યાલય સુધી અમિત શાહને રેલી સ્‍વરૂપે લઇ જવાનું આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે.

 

(11:16 am IST)