Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

કાબૂલમાં 6 હજાર અમેરિકાના સૈનિક તૈનાત :એરપોર્ટ પર યુએસ આર્મીનું નિયંત્રણ:18 હજારથી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું : જો બાઇડેન

કોઈપણ હુમલાનો પૂરી તાકતથી જવાબ આપવામાં આવશે: ચાર દિવસમાં જો બાઇડેનનું બીજી વખત સંબોધન

અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે, સ્થાનિક લોકોને ત્યાથી બહાર લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 18 હજારથી વધુ લોકોનું રેસ્ક્યૂ કરી લેવાયું છે. અને સાથે ફ્લાઈટની સંખ્યા પણ વધારી દેવાઈ છે. આજના દિવસે 5 હજારથી વધુ અમેરિકાના લોકોને ત્યાથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. કાબૂલમાં 6 હજાર અમેરિકાના સૈનિક હાજર છે. અને સાથે કહ્યું કે, કોઈપણ હુમલાનો પૂરી તાકતથી જવાબ આપવામાં આવશે

 રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું, અફઘાનિસ્તાન પર આ વખતે મોટું સંકટ છે. અમે 20 વર્ષથી અફઘાનિસ્તાનમાં સાથે મળીને કામ કર્યું છે. તો જેલમાંથી બહાર આવેલા આતંકી અને હુમલાઓ વિશે આશંકા જાહેર કરી છે. અને ISISના આતંકી જેલ બહાર આવીને હુમલાનો પ્લાન બનાવી શકે છે. ISISના આતંકી મોટો ખતરો બની શકે છે. અને જો આવા સમયમાં અમેરિકાની સેના પર કોઈપણ પ્રકારનો હુમલો થયો તો, સામે પક્ષે પૂરતા જોર સાથે જવાબ આપવામાં આવશે. નાટે પણ દેશની સાથે ઉભું છે. નાટોના અન્ય દેશ અમેરિકાના નિર્ણય પર સમર્થનમાં છે. અફઘાનિસ્તાનમાં અમારું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. અને અફઘાનિસ્તાનમાંથી યુદ્ધને સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. સાથે અફઘાનિસ્તાનની મહિલાઓ વિશે પણ કહ્યું કે, દુનિયાભરના લોકો મહિલાઓ માટે પ્રાર્થના કરે.

(12:13 am IST)