Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

20મી સપ્ટેમ્બરે ભારતને સોંપાશે પ્રથમ રાફેલ જેટ: ફ્રાન્સમાં લેવા જશે : 24 પાયલોટને અપાશે ટ્રેનિંગ

રાજનાથ સિંહ અને વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆ રાફેલ જેટ વિમાન લેવા માટે ફ્રાન્સ જશે.

નવી દિલ્હી : પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતની સૈન્ય તાકાતમાં વધારો થવાનો છે. ભારતને રાફેલ વિમાન 20 સપ્ટેમ્બરે મળશે  રાજનાથ સિંહ અને વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆ રાફેલ જેટ વિમાન લેવા માટે ફ્રાન્સ જશે.

 રાજનાથ સિંહ અને બીએસ ધનોઆની હાજરીમાં 20 સપ્ટેમ્બરના રોજ રાફેલ વિમાન ભારતીય વાયુસેનાને સોંપવામાં આવશે. ભારતીય વાયુસેનાના સૂત્રોના જણાવ્યા મુજબ રક્ષામંત્રી રાજનાથ સિંહને ફ્રાન્સના અધિકારી વાયુ સેના પ્રમુખ બીએસ ધનોઆ અને વિભિન્ન અધિકારીઓની હાજરીમાં રાફેલ વિમાન સોંપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં આ પ્રક્રિયા પૂર્ણ થશે. રાફેલ વિમાન પારંપરીક રીતે ભારતને સોંપવામાં આવશે. સોંપતી વખતે ફ્રાન્સના કેટલાય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે. ભારતીય વાયુસેના 24 પાયલોટને તૈયાર કરશે જે રાફેલ વિમાનને ઉડાડવા માટે તૈયાર થઇ શકે. આ તમામ પાયલોટ 3 અલગ-અલગ બેંચમાં પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરશે. આગામી વર્ષ મે સુધી રાફેલ વિમાન ભારતને સોંપવામાં આવશે. ત્યાં સુધી પાયલોટની ટ્રેનિંગ યથાવત રહેશે.

(8:28 pm IST)