Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

મલયાલમ અભિનેત્રી મંજુ પૂરમાં ફસાઈ : ફોન કરી કહ્યું 'ખાવાના પણ ફાફા છે, મદદ કરો'

હાલમાં ઘણા વિસ્તારો પુરથી એટલા અસરગ્રસ્ત છે કે ત્યાથી કોઈ સંપર્ક કરવો પણ મુશ્કેલ છે અને ત્યા ખાવાનાં પણ ફાંફાં છે. એવી જ આફતમાં ફસાઈ છે એક પ્રખ્યાત અભિનેત્રી. મલયાલમની ફેમસ હીરોઈન મંજૂ વોરિયર અને તેનાં ફિલ્મનાં ડાયરેકટર સનલ કુમાર શશિધરન સહિત આખી ટીમ હિમાચલ પ્રદેશનાં પૂરમાં ફસાઇ ગયા છે. તેની જાણકારી લોકોને ત્યારે થઇ જયારે એકટ્રેસે ગત રાત્રે તેનાં ભાઇ મધુ વારિયરને ફોન કર્યો હતો. મધુએ કહ્યું કે, તેની સાથે ફિલ્મ ક્રૂ પણ ફસાયેલા છે. થોડા દિવસ પહેલાં મંજૂ તેની એક ફિલ્મનાં શૂટિંગ માટે ત્યાં ગઇ હતી. જાણકારી મુજબ આ જગ્યા હિમાચલ પ્રદેશનાં મંડી જિલ્લાનાં છત્રુ નામનું એક ગામ છે ત્યાની છે.

આ ગામ એટલું હરિયાળું છે અને એવા સરસ પ્રાકૃતિક લોકેશન હોવાનાં કારણે આ ગામમાં દ્યણાં સાઉથના ફિલ્મોનું શૂટિંગ થતું હોય છે. પણ આ વખતે હવામાન ખાતાનું આકલન કર્યા વગર ડાયરેકટર સનલ કુમાર શશિધરન તેની સંપૂર્ણ ટીમ સાથે અહીં પહોંચ્યાં હતાં. ભારે વરસાદ બાદ હિમાચલમાં પૂર આવ્યું અને અભિનેત્રી અને ફિલ્મની આખી ટીમ ફસાઇ ગઇ.

હવે વાત ત્યાં આવીને ઉભી રહી છે કે જમવાનો સામાન પણ પૂર્ણ થઇ ગયો છે. એકટ્રેસ મધુનાં ભાઇએ જણાવ્યું કે, શ્નદ્બચદ્બચ કાલે રાત્રે મને સેટેલાઇટ ફોનથી કોલ કર્યો હતો. તેણે કહ્યું કે, તેની સાથે આશરે ૨૦૦ લોકો પૂરમાં ફસાંયેલા છે. તેમાં ફિલ્મની કાસ્ટ એન્ડ ક્રૂનાં પણ ૩૦ લોકો છે. તેણે જણાવ્યું કે, તે છત્રુ ગામમાં છે. અને મારી પાસે મદદ માંગી રહી હતી. તેમનો ખાવા પીવાનો સામાન પણ ખત્મ થઇ ગયો છે. તેણે કહ્યું કે, ત્યાં જેટલો ભોજનનો સામાન છે તે એક જ દિવસ ચાલે તેટલો છે.લૃ મંજૂનાં ભાઇએ જણાવ્યું કે, તેમની વધુ વાત થઇ શકી ન હતી. તે વારંવાર મદદ માંગી રહી હતી. અને આ કોલ ફકત ૧૫ સેકેન્ડ જ ચાલ્યો હતો. જેમાં તે વધુમાં વધુ સમય તે મદદ જ માંગતી હતી.

મધુ વારિયરે એ વાત પણ કહી કે, ફિલ્મનાં ક્રૂ સાથે છેલ્લા ત્રણ અઠવાડિયાથી સંપર્ક થયો નથી. તેઓ ત્રણ અઠવાડિયા પહેલાં જ શૂટિંગ માટે ગયા હતાં પણ તે સમયથી જ સંપર્ક થયો નથી કારણ કે ત્યાં નેટવર્કની ખુબ જ સમસ્યા છે. અભિનેત્રીનાં ભાઇએ આ મામલાની જાણકારી રાજયમંત્રી વી મુરલીધરનને આપી હતી. જે બાદ મુરલીધરને હિમાચલ પ્રદેશનાં સીએમ જયરામ ઠાકુરને મદદ માટે કહ્યું છે. (૩૭.૮)

(2:59 pm IST)