Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

દુશ્મનને ઇંટનો જવાબ પથ્થરથી મળ્યો

સરહદે ભારતે ધબધબાટી બોલાવી પાકિસ્તાનની અનેક ચોકીઓ ફુંકી મારી : અનેક નાપાકો ઠાર થયા

રાજોરી તા ૨૧  : પાકિસ્તાની સેનાના દુસાહસનો જડબાતોડ જવાબ ભારતે આપ્યો છે. ગઇકાલે સાંજે પુંચ જીલ્લામાં સરહદ પરથી તોપમારો શરૂ થયા પછી ભારતીય સેનાએ પાકિસ્તાનની કેટલીય ચોકીઓ ઉડાવી દીધી છે. જેમાં કેટલાય પાક સૈનિકો પણ મર્યા હોવાના સમાચાર છે. પાકિસ્તાની સૈન્યની કેટલીય પોસ્ટોમાંથી મોડી રાત્રે ધુમડો નીકળતો જોવા મળ્યો હતો. ભારતીય સેના અલગ અલગ સ્થળેથી પાક સેનાને જવાબ આપી રહી છે. જોકે પાકિસ્તાનની કેટલી ચોકીઓ બરબાદ થઇ અને કેટલા સૈનિકો મરાયા તેનો આંકડો નથી મળી શકયો, પણ એવું માનવામાં આવે છે કે, પાક સેનાએ ભારે કિંમત ચુકવવી પડી છે.

ગઇકાલે સવારે જમ્મુના પુંચ જીલ્લામાં કૃષ્ણા ઘાટીમાં નિયત્રણ રેખા પર નિરીક્ષણ કરવા ગયેલ ભારતીય સૈનાની એક જીપ્સીને નિશાન બનાવીને પાકિસ્તાની સેનાએ મોર્ટાર છોડયા હતા. અચાનક થયેલા આ હુમલામાં જીપ્સી ચાલક શહીદ થયા હતા, જયારે જીપમાં સવાર લેફટેનન્ટ કર્નલ સહિત બે અધિકારી અને બે જવાન ગંભીર રીતે ઘવાયા હતા.

આ દરમ્યાન પાકીસ્તાને  કૃષ્ણા ઘાટીના બરાજ ગામમાં પણ તોપમારો કર્યો હતો, જેના લીધે ત્યાં અનેક નાગરિકોનું મોત થયું હતું. પાકિસ્તાનમાં થયેલી તબાહીને આનો જવાબ  માનવામાં આવી રહયો છે. પાક તોપમારામાં શહીદ જવાનની ઓળખ બિહારના રોહતસ જીલ્લાના રહીશ રવિરંજનકુમારસિંહ તરીકે થઇ છે.

(11:47 am IST)