Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

એશિયા સોસાયટીના ''૨૧ યંગ લીડર્સ પ્રોગ્રામ''માં ઇન્ડિયન અમેરિકન જર્નાલીસ્ટ સહિત ૪ ભારતીયોને સ્થાન

ન્યુ દિલ્હીઃ એશિઆના જુદા જુદા દેશોના યુવા આગેવાનોની દર વર્ષે પસંદગી કરતી એશિયા સોસાયટીએ સમગ્ર વિશ્વમાં નવીનીકરણ સાથે પ્રેરણા પૂરી પાડનાર ''૨૧ યંગ લીડર્સ પ્રોગ્રામ'' માટે ૩૯ યુવા અગ્રણીઓની પસંદગી કરી છે. જેમાં ભારતીય મૂળના ૪ યુવા આગેવાનોએ સ્થાન મેળવ્યું છે.

આ ૪ યુવા આગેવાનોમાં Buzzfeed Newsના ઇન્ડિયન અમેરિકન જર્નાલીસ્ટ સુશ્રી મેઘા રાજગોપાલન  ભારતના MediaNamaના એડિટર શ્રી નિખિલ પાહવા, મીના મહિલા ફાઉન્ડેશન સુશ્રી સુહાની જલોટા, Ecoware ફાઉન્ટર ઇન્ડો કેનેડીઅન રિયા સિંઘલનો સમાવેશ થયો છે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે આર્ટીસ્ટસ એજ્યુકેટર્સ, જર્નાલીસ્ટસ સાયન્ટિરરસ, અથવા વ્યાવસાયિક સહિતના ક્ષેત્રે વિશિષ્ટ તથા પ્રેરણાદાયી યોગદાન આપનાર એશિઆના વતનીઓને ૨૧ યંગ લીડર્સ પ્રોગ્રામ માટે પસંદ કરવામાં આવે છે.

(8:53 pm IST)