Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ધારાસભ્યો ઉપર ચાલતા દાવાઓ માટે અલગ સ્પેશિઅલ કોર્ટ શરૂ કરવી પડશે : કર્ણાટક હાઇકોર્ટે દાવાઓની સંખ્યા અને વિગત માંગી

કર્ણાટક : કર્ણાટક હાઇકોર્ટે ધારાસભ્યો ઉપર ચાલતા દાવાઓની સંખ્યા અને વિગત રજૂ કરવા કોર્ટના રજીસ્ટર જનરલને સૂચના આપી છે.

સાથોસાથ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા ચલાવી  શકાય તેવા ધારાસભ્યો વિરુદ્ધ બાકી રહેલા ગુનાહિત કેસની સંખ્યા અંગેનો ડેટા રજૂ કરવા જણાવ્યું છે. નામદાર કોર્ટે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે ધારાસભ્યો ઉપર ચાલતા દાવાઓ માટે અલગ સ્પેશિઅલ કોર્ટ શરૂ કરવી પડશે .

મુખ્ય ન્યાયાધીશ અભય શ્રીનિવાસ ઓકા અને ન્યાયાધીશ સૂરજ ગોવિંદરાજની ડિવિઝન બેંચે ઉપરોક્ત ડેટા રેકોર્ડ પર મૂકવા રજિસ્ટ્રીને નિર્દેશ આપ્યો છે. જે મુજબ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા ચાલી રહેલા કેસો કયા તબક્કે છે. તથા ધારાસભ્યો પર આરોપ મુકાયા હોય તેવા કિસ્સાઓની સંખ્યા તેમજ ધારાસભ્યો દ્વારા ફરિયાદો કરવામાં આવે હોય તેવા કેસોની સંખ્યા રજૂ  કરવા જણાવ્યું છે.તથા 6 જુલાઈ સુધીમાં આ અહેવાલની એક નકલ કોર્ટ સમક્ષ મુકવાનો નિર્દેશ આપ્યો છે.

આગામી સુનાવણી માટેની મુદત 8 જુલાઈ રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:53 pm IST)