Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

લખનૌમાં ઉત્તરપ્રદેશ ATSએ ધર્મપરિવર્તન કરાવતા ૨ મૌલાનાની ધરપકડ કરી

યોગીજી તમારી એન્ટી રોમિયો સ્કવોડ કયાં ગઈઃ ૨ શખ્સોએ ૧ હજારથી વધુ લોકોનું ધર્મપરિવર્તન કરાવી દીધું અને સરકાર ઊંઘતી રહી

લખનૌ, તા.૨૧: લખનૌમાં ઉત્તર પ્રદેશ ATS એ ધર્મપરિવર્તન કરાવતા ૨ મૌલાનાની ધરપકડ કરી છે. આ બંને મૌલાના પર એક હજારથી વધુ લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે પોલીસે વિદેશ માંથી ફંડિંગ થતું હોવાની પણ શંકા વ્યકત કરી છે. માહિતી મુજબ, આ લોકો મોટિવેશનલ વિચારો દ્વારા ધર્માતરણ કરાવતા હતા.

યુપીના એડીજી (કાયદો અને વયવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં ૩૫૦ લોકોનું ધર્મપરિવર્તન કરવામાં આવ્યું છે. નોઈડાની એક મુકબધીર શાળામાં પણ ૧૮ બાળકોનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું. અત્યાર સુધીમાં આ શખ્સોએ એક હજારથી વધુ લોકોનું ધર્માંતરણ કરાવ્યું છે. આ સમગ્ર રેકેટ છેલ્લા ૨ વર્ષથી ચાલી રહ્યું હતું. તેમણે જણાવ્યું કે આ મામલે વિદેશી ફંડિંગના પણ પુરાવા મળ્યા છે. તેમને વધુ માં જણાવ્યું કે આ શખ્સો લોકોને ડરાવી ધમકાવીને અને લાલચ આપીને ધર્મપરિવર્તન કરાવતા હતા.

પકડાયેલા બંને આરોપી મોહમ્મદ ઉમર ગૌતમ અને મુફ્તી કાઝી જહાંગીર કાસમી દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં રહે છે. તેમના પર માત્ર ઉત્ત્।ર પ્રદેશના જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ધર્માંતરણનું રેકેટ ચલાવવાનો આરોપ છે. આ મામલે એટીએસના યુપીના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાં જામિયા નગર સ્થિત આઈડીસી ઇસ્લામિક દાવા સેન્ટરના ચેર પર્સનનું નામ પણ નોંધવામાં આવ્યું છે. માહિતી મુજબ, યુપી એટીએસ છેલ્લા ચાર દિવસથી મૌલાનાની પૂછપરછ કરી રહી છે.

એટીએસના અધિકારીઓનું કહેવું છે કે આ લોકો ગરીબ લોકોને નિશાન બનાવતા હતા અને અત્યાર સુધીમાં હજારથી પણ વધુ લોકોનું ધર્મપરિવર્તન કરાવી દેવામાં આવ્યું છે. આ બંને મૌલાના સૌથી વધુ મુકબધીર એ મહિલાઓનું ધર્મપરિવર્તન કરાવી ચુકયા છે. આ બંનેના નામ રામપુર સાથે સંકળાયેલ ધર્માંતરણ કેસમાં પણ સામે આવી રહ્યું છે. એટીએસને વિદેશથી સંચાલિત આ મુસ્લિમ સંગઠન તરફથી ફંડિંગ થતું હોવાની પણ શંકા છે.

આ બંને મૌલાનાની ધરપકડ કરી માહિતી એકઠી કરવામાં આવી રહી છે. તેમને ફંડિંગ કયાંથી થઇ રહ્યું હતું? તેમનો હેતુ શું હતો? આવા તમામ સવાલો તેમને કરવામાં આવી રહ્યા છે.

(4:42 pm IST)