Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

પંજાબ અને રાજસ્થાન પછી હવે ઝારખંડ સરકાર મુશ્કેલીમાં

દિલ્હીમાં ચાર દિવસના રોકાણ પછી પણ સીએમ ન મળી શકયા સોનિયાને

નવી દિલ્હી તા. ર૧: પંજાબ અને રાજસ્થાન પછી હવે ઝારખંડમાં ઝામુમો કોંગ્રેસના નેતૃત્વ વાળી સરકારમાં પણ કેટલીક મુશ્કેલીઓ ઉભી થઇ છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ચાર દિવસ સુધી દિલ્હીમાં પડાવ નાખીને રહેવા છતાં પણ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અથવા સીનીયર નેતા રાહુલ ગાંધીને મળવામાં નિષ્ફળ રહ્યા.

એ દરમ્યાન ગાંધી પરિવારને તમિલનાડુના નવા મુખ્ય પ્રધાન એમ. કે. સ્તાલીનને મળવાનો સમય મળ્યો હતો. હેમંત શનિવારે રાંચી પરત ફરી ગયા પણ તેમને નિષ્ફળતા મળી હતી. સુત્રો અનુસાર સોનિયાનું સ્ટાલીનને ન મળવું હેમંત માટે ઘા પર નમક લગાવવા સમાન છે, ઝાઝુમો સાથે નારાજગી કોંગ્રેસ માટે સારી નથી.

સુત્રો અનુસાર, હેમંત કેબીનેટની ખાલી જગ્યાઓ ભરવા અને પ્રધાન મંડળમાં સંભવિત ફેરફાર અને નિગમોમાં નિયુકિત માટે મળવા માંગતા હતા. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આ પ્રકારનો ઘટના ક્રમ ગઠબંધન માટે સારો નથી, જયારે ભાજપા-ઝામુમોના સંભવિત ગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી હોય અને ઘણાં રાજયોમાં કોંગ્રેસના મોટા નેતાઓ રાજીનામા આપીને ભાજપામાં જોડાઇ રહ્યા હોય. કોંગ્રેસના એક નેતાએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે સોનિયા આખા સપ્તાહ દરમ્યાન પંજાબ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર મામલે બહુ વ્યસ્ત રહેવાના કારણે હેમંતને નથી મળી શકયા અને ઝારખંડમાં ગઠબંધન બાબતે કોઇ મુશ્કેલી નથી.

(3:22 pm IST)