Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

સાયબર કોર્નર

મોબાઇલમાં ઘુસી યુઝર્સના ખાતા સાફ કરી રહયા છે 'જોકર'

ગુગલની ૮ એપ્લીકેશન ઉપર એક વર્ષ પછી મેલવેયરનો ફરીથી હુમલો

જોધપુરઃ જોકર એક વાર ફરીથી આવી ગયો છે. આપણે અહીંયા કોઇ બેટમેન સીરીઝની વાત નથી કરી રહયા. આ જોકર મોબાઇલનો મેલવેયર (વાયરસ) છે. જે એપ્લીકેશનને સંક્રમીત કરી યુઝર્સના ડાટા ચોરી રહયા છે. હમણાં તેણે ગુગલની ૮ એપને ઝપેટમાં કરી લીધી છે. આઇટી વિશેષજ્ઞ આ બધીને અનઇન્સ્ટોલ કરવાની સલાહ આપી રહયા છે.

જોકર મેલવેયર સૌથી પહેલા જુલાઇ-ર૦ર૦માં સામે આવ્યું તો ગુગલે તેનું સમાધાન શોધી કાઢયંુ. હવે એક વાર ફરી આ ૮ એપ્લીકેશનના કોડ બદલી ગુગલ પ્લે સ્ટોરમાં ઘુસી ગયો છે. ટ્રેવલ વોલ પેપર, સુપર એસએમએસ, માસ્ટ મેજીક એસએમએસ, ફ્રી કેમ સ્ક્રેનર, બ્લુ સ્ક્રેનર, વન સેન્ટેન્સ ટ્રાન્સલેટર, યુનીક કી-બોર્ડ, ફૈસી ફોટ અને ફ્રી ઇમોશન્સ જેવી એપ અપડેટ કરવાથી આ જોકર મોબાઇલમાં ઘુસી એસએમએસ, કોન્ટેક લીસ્ટ, ડબલપર ઇન્ફોર્મેશન સહીત અનેક જાણકારીઓ વાંચીને તેનો દુરૂપયોગ કરે છે.

ઉપભોકતાઓ-યુઝર્સ આવી રીતે વર્તે

* એપ અપડેટ કરવા પહેલા ડબલપરની અપડેટ વર્ઝન માટે આપેલી સુચના વાંચી લ્યો. જો ડબલપરે સુચના આપી ન હોય તો એપ્લીકેશન અપડેટ ન કરો.

* કોઇ એપ્લીકેશન જરૂરત વગર ઇન્સ્ટોલ ન કરો.

* એપ સબસ્ક્રાઇબ કરો ત્યારે તેની પ્રાઇવેટ પોલીસી વાંચો.

* મેસેન્જર એપ, મોબાઇલ ગેલેરીમાં ડેબીટ-ક્રેડીટ કાર્ડનો ફોટો સેવ નહી કરો.

ઓટીપી વાંચી લે છે

મેલવેયર જોકર મોબાઇલમાં ડેબીટ અને ક્રેડીટ કાર્ડ સેવ થવાથી ઓટીપી મોકલી પોતે જ ટ્રાન્ઝેકશન કરી લ્યે છે. યુઝર્સને ટ્રાન્ઝેકશન થઇ ગયા બાદ બેંકનો એસએમએસ મળે ત્યારે જ પોતાના ખાતામાંથી રોકડ ઉપડી ગયાની જાણકારી મળે છે.

સાઇબર સુરક્ષા વિશ્લેષક શું કહે છે?

અત્યાર સુધીની જાણકારી મુજબ જોકરે ૮ એપ્લીકેશનને સંક્રમીત કરી દીધી છે. ગુગલને તેની જાણ થઇ ગઇ છે. સમાધાનના પ્રયાસ થઇ રહયા છે તેવું સાયબર સુરક્ષા વિશ્લેષક પ્રિયા સાખલાએ જણાવ્યું છે.

આવતા વર્ષે ચુંટણી પ્રચારની જવાબદારી સંભાળશે રોબોટ!

નવી દિલ્હીઃ આવતા વર્ષે ૬ રાજયોમાં થવા જઇ રહેલા વિધાનસભા ચુંટણીઓના પરીદ્રશ્યો બદલાય તેવા આસાર વર્તાઇ રહયા છે. રાજનીતીજ્ઞ નેતાઓને બદલે હયુમનોઇડ રોબોટથી ચુંટણી પ્રચાર થઇ શકે છે. પુર્ણતઃ સ્વદેશી 'દૂત' નામના હ્યુમનોઇડ રોબોટ અલગ-અલગ અવાજો અને ચહેરા ઓળખવાની, હાવભાવ સમજવાની અને તેની નકલ કરવા માટે સક્ષમ છે. રોબોટ રાજનેતાઓની માફક રેલીઓ સંબોધીત કરી શકે છે. હાથ મેળવવાની સાથે નેતાઓની માફક હાથ હલાવી અભિવાદન કરી શકે છે. ઉતરપ્રદેશ, ઉતરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ગોવા અને ગુજરાતમાં ર૦રરમાં વિધાનસભાની ચુંટણીઓ થવાની છે. હ્યુમનોઇડને મુંબઇમાં ઇનોવેટર સંતોષ હૌલાવાળાએ વિકસીત કર્યુ છે.

પાછુ વળીને જમણી-ડાબી બાજુ જોવા સક્ષમ

દૂત કસ્ટમ નિર્મિત સર્વો મોટરથીયુકત છે. તે વાંકા વળીને ડાબી-જમણી બાજુ જોવાની ક્ષમતા રાખે છે. આમ કરવાવાળો દુત દેશનો એક માત્ર હ્યુમનોઇડ રોબોટ છે. ઇન્ડીયા મક્કલ મુનેત્ર કાચી (આઇએમએમકે) એ ચુનાવ પ્રચારમાં એક હ્યુમનોઇડ રોબોટ ઉતાર્યો હતો.

(3:21 pm IST)