Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ઇજિપ્તમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ.) નું સ્વાગત

રાજકોટ : વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝહોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદલ સૈૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) ઇજિપ્તના કેરો (મીસર) પધારતા ત્યાના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસીએ ભાવભીનું સ્વાગત કર્યુ હતુ.  તેઓએ ડો. સૈયદના સાહેબના ઉપદેશોની ખુબ પ્રસંશા કરી ઇજિપ્તના દાઉદી વ્હોરા સમાજ વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓને પણ બિરદાવી હતી. તેઓએ જણાવેલ કે દાઉદી વ્હોરા સમાજ વિશ્વભરમાં તમામ ધર્મો અને સંપ્રદાયો સાથે શાંતિપૂર્ણ વસે છે. હીઝહોલીનેશ ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ.) ઇજિપ્તના રાષ્ટ્રપતિને મળ્યા ત્યારે તેમના શહેજાદા જાફરૂસ્સાદીભાઇ સાહેબ (દા.મ.), શહેજાદા તાહાભાઇ (દા.મ.), શહેજાદા હુસેનભાઇ સાહેબ (દા.મ.) અને ઇન્ટેલીજન્સના વડા અબ્બાસભાઇ કમેલ સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમ શેખ યુસુફઅલી જોહર કાર્ડસવાલાની યાદીમાં જણાવાયુ છે.

(12:23 pm IST)