Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

સરકારે રેમડેસિવિર ઈન્જેક્શન અને તેના કાચા માલની આયાત પર કસ્ટમ ડ્યૂટી હટાવી દીધી

આ છુટ આ વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં લાગુ કરવામાં આવશે : એન્ટી વાયરલ દવા બનાવવામાં ઉપયોગમાં આવનારા અન્ય સામાન પર સીમા મર્યાદા સમાપ્ત કરી

નવી દિલ્હી : દેશમાં કોરોના મહામારીના કારણે રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે માંગ ઉભી થતા કેન્દ્ર સરકારે મંગળવારે આ ઈન્જેક્શન તથા તેના કાચા માલની આયાત પર કસ્ટમ ડ્યૂટી ખતમ કરી દીધી છે. આનાથી આ સસ્તા થઈ જશે. દેશમાં કોરોનાના વધતા કેસની વચ્ચે સરકારે મંગળવારે રેમડેસિવિર, તેના કાચા માલ અને એન્ટી વાયરલ દવા બનાવવામાં ઉપયોગમાં આવનારા અન્ય સામાન પર સીમા મર્યાદા સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. આ પગલુ રેમડિસિવિર ઈન્જેક્શનના ડોમેસ્ટિક આપૂર્તિ વધારવા અને ખર્ચ ઘટાડવામાં મદદ કરશે.

રાજસ્વ વિભાગ તરફથી જારી અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે જન હિતમાં આ ઉત્પાદનો પર સીમા ટેક્સ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. જે ઉત્પાદનો પર આયાત ટેક્સ નહીં લાગે તેમાં રેમડિસિવિર એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રિડિએન્ટ(એપીઆઈ), ઈન્જેક્શન રેમડિસિવિર અને રેમડિસિવિરના વિનિર્માણમાં કામ આવનારી બીટા સાઈક્લોડેક્ટ્રિન સામેલ છે.

આયાત ટેક્સની આ છુટ આ વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં લાગુ કરવામાં આવશે. વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયુષ ગોહેલે ટ્વીટ કરી લખ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીની કોવિડ -19ના દર્દીઓના સ્વાસ્થ્યની દેખરેખની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને રેમડિસિવિર એપીઆઈ, ઈન્જેક્શન અને અન્ય સામગ્રીને આયાત ટેક્સ મુક્ત કરવામાં આવ્યા છે. જેનાથી જથ્થો વધતે અને ખર્ચ ઘટશે. જેનાથી દર્દીઓને રાહત મળશે.

 

આની પહેલા 11 એપ્રિલે રેમડિસિવિરની વધતી માંગને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ આના ઈન્જેક્શન અને એપીઆઈની નિકાસને સ્થિતિમાં સુધારો થવા સુધી પ્રતિબંધિત કરી દીધી હતી. એનપીપીએએ ગત અઠવાડિયે કહ્યુ હતુ કે સરકારના હસ્તક્ષેપ બાદ વિભિન્ન દવા કંપનીઓએ રેમડિસિવિરના ભાવ ઘટાડ્યા છે.

(10:18 am IST)