Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

શ્રીલંકા સીરીયલ બોમ્બ ધડાકાઓથી ધ્રુજી ઉઠ્યું : આઠમો બોમ્બ ધડાકો થયો : સરકારે સમગ્ર દેશમાં કર્ફ્યું લાદયો : સોશ્યલ મીડિયા પર બાન મુક્યો : મૃતાંક વધીને ૧૮૫ થયો - ૪૬૯ થયા ઘાયલ : ૩૫ વિદેશીઓના મોત : બે દિવસ સુધી બધી સ્કૂલો બંધ રાખવાનો આદેશ : ખ્રિસ્તીઓનો પર્વ ઈસ્ટર થયો લોહી-લુહાણ

 કોલંબો: શ્રીલંકામાં ભારે ખાનાખરાબી સર્જાઈ છે. આજે સ્વાર્થી અત્યાર સુધીમાં કુલ આઠ બોમ્બ ધડાકાઓ જુદા - જુદા સ્થળોએ થયાના અહેવાલો મળે છે. આ બોમ્બ ધડાકાઓમાં અત્યાર સુધીમાં કુલ ૧૮૫ લોકોના મૃત્યુ થયા છે અને ૪૬૯ લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે. મૃત્યુપામનાર લોકોમાં ૩૫ વિદેશી વ્યક્તિઓ હોવાનું જાણવા મળે છે. આ દુર્ઘટનાને પગલે સરકારે સમગ્ર દેશમાં કર્ફ્યું લાદી દીધો છે અને સોશ્યલ મીડિયા પર બાન મૂકી દીધો છે, જેના લીધે ખોટી અફવાઓના ફેલાવવામાં આવે. આવતા બે દિવસ સુધી સરકારે બધીજ સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

 કોલંબો અને શ્રીલંકાના ઘણા વિસ્તારોમાં ઇસ્ટર પર્વ દરમિયાન બોમ્બ બ્લાસ્ટના સમાચાર છે. રિપોર્ટ્સ અનુસાર શ્રીલંકામાં સવારે ૬ બ્લાસ્ટ થયા હતા જેમાંથી ચાર ચર્ચમાં, જ્યારે બે અન્ય હોટલોમાં  થયા હતા. આ બ્લાસ્ટમાં 80થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

 શ્રીલંકાના ઘણા અહેવાલો અનુસાર બટિકાલોઆ, નેગોમબો અને કોલંબોના ચર્ચમાં અને હોટલ શાંગરી લા અને કિંગ્સબરી સહિત હોટલોમાં બ્લાસ્ટ થયા છે. બ્લાસ્ટ તે સમયે થયો જ્યારે ઇસ્ટરની પ્રાર્થના માટે લોકો ચર્ચમાં એકઠા થયા હતા. પોલીસે જણાવ્યું કે સ્થાનિક સમયનુસાર પ્રથમ બ્લાસ્ટ 8:45 વાગે થયો. જે ચર્ચોને નિશાન બનાવવામાં આવી છે, તેમાંથી એક રાજધાનીના ઉત્તરી ભાગમાં છે અને બીજી કોલંબોની બહાર નેગોમ્બો કસ્બામાં જણાવવામાં આવી રહ્યું છે. લોકોએ આ દરમિયાન ટ્વિટર પર સેંટ એંથનીના ચર્ચના ફોટા અપલોડ કર્યા છે, જેમાં જમીન પર કાટમાળ વિખરાયેલો પડ્યો છે અને લોકો ઇજાગ્રસ્તોની મદદમાં કરી રહ્યા છે.

(3:34 pm IST)