Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

મોદી ઇચ્છે તો બંકરમાં છુપાઇ જાય પરંતુ ભારત માતા તેમને દફન કરશે :ટીડીપી નેતાનું વિવાદાસ્પદ નિવેદન

ભાજપના નેતાઓએ પ્રધાનમંત્રીની વિરુદ્ઘ બાળકૃષ્ણની ટિપ્પણીને આપત્તિજનક ગણાવી કાર્યવાહી કરવાની માંગ કરી

તેલુગુના અભિનેતા અને ટીડીપીના નેતા નંદપુરી બાલકૃષ્ણેએ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવા પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા છે બાલકૃષ્ણે ઘણા આપત્તિજનક શબ્દો કહ્યા.તેઓએ કહ્યુ કે, "મોદી ઇચ્છે તો બંકરમાં છુપાઇ જાય પરંતુ ભારત માતા તેમને દફન કરી દેશે. વિરોધ શરૂ થઇ ગયો છે અને હવે અમે પણ ચૂપ નહી રહીએ." બાલકૃષ્ણ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન.ટી.રામારાવના પુત્ર અને ટીડીપાના ધારાસભ્ય છે. ભાજપે બાલકૃષ્ણની વિરુદ્ઘમાં કાર્યવાહીની માંગ કરી છે.

   બાલકૃષ્ણએ કહ્યું કે, "ભાજપ અને મોદી સરકારે જે રીતે આંધ્રપ્રદેશની સાથે વર્તન કર્યું છે તેના કારણે TDPને સંબંધ તોડવા પડ્યાં. અમે 4 વર્ષ સુધી રાહ જોઈ. અનેક રીત અપનાવી, સામ, દામ, ભેદ. હવે માત્ર દંડ બાકી રહી ગયો છે. અમે મોદીને દેખાડીશું કે તેલુગુ લોકોની શું તાકાત છે અને તેમને પાઠ ભણાવીશું. હવે માંગવાની વાત નહીં, આ મોદીની સામે યુદ્ધનો સમય છે." 

  પ્રધાનમંત્રીને ચા વાળા ગણાવતાં બાલકૃષ્ણએ કહ્યું કે, "મોદીએ આંધ્રપ્રદેશને ચાના કપમાં તડપતી માખીની જેમ છોડી દીધાં છે. પ્રધાનમંત્રીએ તેને બચાવવાની બદલે માખીને ચૂસી લીધી છે. તેઓ માખી ચૂસ છે." બાલકૃષ્ણએ દાવો કર્યો કે ભાજપ, આંધ્રપ્રદેશમાં એક પણ સીટ નહીં જીતી શકે.

  બાલકૃષ્ણએ કહ્યું કે, "મોદી રાજ્યમાં શિખંડીની રાજનીતિ કરી રહ્યાં છે. તેઓ અમારા દુશ્મન પાસેથી હુમલો કરવી રહ્યાં છે, પરંતુ તેમની આ રાજનીતિ અહિં નહીં ચાલે."

ભાજપના નેતાઓએ પ્રધાનમંત્રીની વિરુદ્ઘ બાળકૃષ્ણની ટિપ્પણીને આપત્તિજનક બતાવતા તેમના પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. શનિવારના નેતાઓના એક દળે આંધ્ર પ્રદેશના રાજ્યપાલ એસ.એલ. નરસિમ્હનથી મુલાકાત કરી. આ મામલામાં રાજ્યપાલએ પરિપત્ર સોંપ્યુ છે.

  ગુજરાતના ચૂંટણી દરમિયાન કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે નરેન્દ્ર મોદીને 'નીચ' કહ્યા હતા, આ પર મોદી સહિત ભાજપે તેમના પર પ્રધાનમંત્રીની વિરુદ્ઘ આપત્તિજનક ટિપ્પણી કરવા પર જવાબદાર ઠેરાવ્યા. કોંગ્રેસ તેમણે સસ્પેન્ડ પણ કરી દીધા.

(9:24 pm IST)