Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

કેરળમાં કઠુઆ પ્રકરણમાં પેઇન્ટીંગ દોરીને આક્રોશ ઠાલવનાર કલાકાર ઉપર હૂમલો

કેરળઃ કઠુઆ દુષ્‍કર્મ અને હત્યા પ્રકરણની વિરૂદ્ધમાં પેઇન્ટીંગ દોરનાર પર હૂમલો થતા ખળભળાટ મચી ગયો છે.

કલાકાર દુર્ગા મલાથી કહ્યુ કે, તેણે જમ્મુ-કાશ્મિરના કઠુઆમાં બનેલી આઠ-વર્ષની બાળકીની રેપ અને હત્યાને લઇને એક પેન્ટીંગ દોર્યુ હતુ જેમાં તેણે હિંદુ મૃર્તિઓને પુરુષ જનનેન્દ્રીયો તરીકે દર્શાવ્યા હતા. દુર્ગાએ તેના ફેસબૂક પોસ્ટ દ્વારા તેના ઘર પર થયેલા હુમલાની જાણકારી આપી હતી. તેણે આ ઘટનાની સાબિતી આપતા ફોટાઓ પણ ફેસબૂક પર શેર કર્યા હતા. દુર્ગાએ લખ્યુ કે, ગુરુવારે રાત્રે કેટલાક લોકોએ તેના ઘર પર પત્થરમારો કર્યે અને ઘરની બહાર પડેલી વાહનના કાચ પણ તોડી નાંખ્યાં.

દુર્ગાએ દોરેલા આ ચિત્રની ઘણી ટીકા થઇ. દુર્ગાએ આ અગાઉ કહ્યુ હતુ કે, આ ચિત્ર દોર્યા પછી હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા તેના સોશિયલ મિડીયા એકાઉન્ટ ઉપર ધમકીઓ અને અને ગાળો આપવામાં આવી હતી. એક આઠ વર્ષની બાળકીના બળાત્કારીઓ વિરોધનું ચિત્ર દોરવું એમાં કોઇ ધર્મની લાગણી દુભાતી નથી. આ વાત મારે વારંવાર કહેવી પડે છે. દુર્ગાએ કહ્યુ કે, તે તેના પેઇન્ટીંગ બાબતે ક્યારેય માફી નહીં માંગે.

આ દરમિયાન ઘણા બધા લોકો દુર્ગાના સપોર્ટમાં આવ્યા હતા. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી પટ્ટમ્બી વિધાનસભાના ધારાસભ્ય મોહમંદ મુહાસીને દુર્ગાના ઘરની મુલાકાત લીઘી હતી અને તેમનો ટેકો જાહેર કર્યો હતો. કઠુઆ અને ઉન્નાવના રેપની ઘટના બાદ સમગ્ર દેશમાં આ ઘટનાઓ વિરુદ્ધ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે.

(5:10 pm IST)