Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ડીજે અવીચીનું ઓમાનમાં અવસાનઃ ચાહકોમાં ઘેરો શોક

ઓમાનઃ ઓમાનમાં ૨૬ વર્ષીય ડીજે અવીચીનું મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

ડાયના બેરોનએ નિવેદન આપ્યુ હતુ કે ટિમ બર્ગલિંગ, જેમને આપણે ડીજે Avicii ના નામે ઓળખીએ છીએ, હવે આપણાં વચ્ચે નથી રહ્યા. તે 20 એપ્રિલ, શુક્રવાર બપોરે ઓમાનના મસ્કતમાં મોત થઈ હતી. તેમનું પરિવારને આઘાતમાં છે.

ટિમનું જન્મ સ્વીડનમાં થયુ હતુ. તે ડીજે સાથે પ્રોડ્યૂસર પણ હતા. તેમને બે એમટીવી મ્યૂઝીક અવોર્ડ, એક બિલબોર્ડ મ્યૂઝીક અવોર્ડ અને બે ગ્રેમી નોમિનેશન જીત્યા છે. તેમનું સૌથી મોટું હિટ 'Le7els' હતુ.

બે દિવસ પહેલા જ તેમને એક આલ્બમ માટે બિલબોર્ડ મ્યૂઝીક અવોર્ડમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા. તેમના હિટ્સમાં વેક મી અપ, દ ડેજ, યૂ મેક મીનો સમાવેશ થાય છે.

વધારે દારૂના સેવનના કારણે તેમને પહેલા પણ પેટ સંબંધી બિમારીઓથી પીડાતા હતા. 2014માં તેમને ગોલ બ્લેડર અને એપેન્ડિક્સ નિકાળવામાં આવ્યુ હતુ. 2016માં તેમને ટૂર પર જવાનું છોડી દીધુ હતુ, પરંતુ તેમને સ્ટૂડિયોમાં મ્યૂઝીક બનાવવાનું તેમને ચાલુ જ રાખ્યુ હતુ.

(5:08 pm IST)